નવી દિલ્હીઃ સોના-ચાંદીના નવા ભાવ જાહેર થઈ ગયા છે. આજે વાયદા બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સોનાની કિંમતમાં 24 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં 18 રૂપિયા રૂપિયા ઘટ્યા છે. જો તમે ગોલ્ડ કે સિલ્વર ખરીદવાનું વિચારી રહ્યાં છે તો તમારે તમારા શહેરના લેટેસ્ટ રેટ જરૂર ચેક કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાનો ભાવ
શુક્રવારે વાયદા કારોબારમાં સોનાની કિંમત 24 રૂપિયા ઘટી 62460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફેબ્રુઆરી ડિલિવરી વાળા સોનાની વાયદા કિંમત 24 રૂપિયાના ઘટાડા સાથે 62430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ, જેમાં 15063 લોટનો કારોબાર થયો છે.


વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.34 ટકાના ઘટાડા સાથે 2,051.80 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો.


આ પણ વાંચોઃ કરોડપતિ બનાવી શકે છે આ ગજબની ફોર્મ્યુલા... બસ છોડવી પડશે દરરોજની બે પ્યાલી ચા!


ચાંદીના ભાવમાં નરમાઈ
આજે ચાંદીની કિંમતમાં પણ સામાન્ય 18 રૂપિયાનો ઘટાડો થયો છે. ત્યારબાદ ચાંદીની કિંમત 75058 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં માર્ચ ડિલિવરી માટે ચાંદી કરાર 14,032 લોટના કારોબારમાં સામાન્ય રૂપથી 18 રૂપિયા કે 0.02 ટકાના ઘટાડા સાથે 75058 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે.  


વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.32 ટકા વધી 24.45 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 


આ પણ વાંચોઃ ત્રણ ગણા ફાયદાના સંકેત, સોમવારે ખુલી રહ્યો છે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધમાલ


તમારા શહેરમાં શું છે ગોલ્ડ અને સિલ્વરનો રેટ
ગુડ રિટર્ન વેબસાઇટ પ્રમાણે ભારતીય શહેરોમાં આજે સોના-ચાંદીનો ભાવ આ રહ્યો છે.


દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 63,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જયપુરમાં 24 કેરેટ સોનાની કિંમત 63,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 63,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતામાં 24 કેરેટ સોનાની કિંમત 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બેંગલુરુમાં 24 કેરેટ સોનાની કિંમત 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં 24 કેરેટ સોનાની કિંમત 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચંદીગઢમાં 24 કેરેટ સોનાની કિંમત 63,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લખનૌમાં 24 કેરેટ સોનાની કિંમત 63,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube