Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં તેજી, જાણો 24 કેરેટ Goldની કિંમત
વૈશ્વિક બજારની અસરને કારણે મંગળવારે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં 285 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. આ તેજીની સાથે સોનાનો ભાવ 48,892 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. વૈશ્વિક સ્તર પર કિંમતી ધાતુઓના ભાવમાં વધારાને કારણે ઘરેલૂ બજારમાં પણ તેજી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોનું 48607 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.
સોનાની સાથે ચાંદીના ઘરેલૂ હાજર ભાવમાં પણ મંગળવારે
વધારો જોવા મળ્યો છે. ચાંદીમાં 952 રૂપિયા પ્રતિ કિલોની તેજી જોવા મળી. આ સાથે ચાંદીનો ભાવ વધીને 71850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં ચાંદી 70898 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થઈ હતી.
તો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો મંગળવારે સોનાનો વૈશ્વિક ભાવ વધારા સાથે 1912 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો ચાંદીનો વૈશ્વિક ભાવ 28.32 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિત ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ PETA ની અવળચંડાઈ પર Amul નો જવાબ, બનાસ ડેરીના ચેરમેને પણ કર્યો વિરોધ
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે કહ્યુ- કોમેક્સ પર સોનાની વૈશ્વિ કિંમતમાં તેજીને કારણે મંગળવારે ભારતીય બજારમાં ભાવ વધારો જોવા મળ્યો છે. તો મોતીલાલ ફાઇનાન્શિયલ સર્વિસના વીપી નવનીત દમાનીએ કહ્યુ- ડોલરમાં નબળાઇને કારણે છેલ્લા સપ્તાહમાં સોનાની કિંમતો પાંચ મહિનાના ઉચ્ચ સ્તર પર ટ્રેડ કરી રહી હતી.
MCX પર સોનું
ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો મંગળવારે સાંજે એમસીએક્સ એક્સચેન્જ પર 5 ઓગસ્ટ, 2021 વાયદા સોનાનો ભાવ 195 રૂપિયાના વધારા સાથે 49544 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યો હતો.
MCX પર ચાંદી
એમસીએક્સ એક્સચેન્જ પર મંગળવારે સાંજે 5 જુલાઈ, 2021ની વાયદા ચાંદીનો ભાવ 924 રૂપિયાના વધારા સાથે 72822 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube