Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ભડકો, જાણો 22-24 કેરેટ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold-Silver Price Hike: આજે બુધવારે સોની બજારમાં સોના-ચાંદીમાં તેજી જોવા મળી છે. આજે સોનું અને ચાંદી વધારા સાથે ખુલ્યા છે.
નવી દિલ્હીઃ Gold Silver Rate Today : કારોબારી સપ્તાહના ત્રીજો દિવસ બુધવાર આજે ઝટકા સાથે શરૂ થયો, જે લોકો સોના અને ચાંદીને ખરીદવાનું મન બનાવી રહ્યાં છે તેના માટે ખરાબ સમાચાર છે. આજે સોના અને ચાંદીની કિંમતો વધારા સાથે ખુલી છે. આજે 19 એપ્રિલ 2023ના સોની બજારમાં સોનીની નવી કિંમત (Gold Silver Rate Today 19 April 2023) જારી થઈ છે. આજે સોનું (24 કેરેટ) 240 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર ઓપન થયું છે, તો ચાંદી 200 રૂપિયા પ્રતિ કિલો વધારા સાથે ખુલી છે.
ચાર મહાનગરોમાં 22 કેરેટ સોનાના ભાવ
22 કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો દિલ્હી સોની બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયા, મુંબઈ સોની બજારમાં 56050 રૂપિયા, કોલકત્તાની સોની બજારમાં 56050 રૂપિયા અને ચેન્નઈ સોની બજારમાં કિંમત 56650 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે.
આ પણ વાંચોઃ ડુંગળીના ઘટતાં ભાવ રડાવી રહ્યા છે ખેડૂતોને, 5 વર્ષના સૌથી નીચા ભાવે વેંચાઈ ડુંગળી
ચાર મહાનગરોમાં 24 કેરેટ સોનાનો ભાવ
24 કેરેટ સોનાની વાત કરવામાં આવે તો દિલ્હી સોની બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત 61310 રૂપિયા, મુંબઈ સોની બજારમાં 61150 રૂપિયા, કોલકત્તા સોની બજારમાં 60920 રૂપિયા અને ચેન્નઈ સોની બજારમાં કિમત 61800 રૂપિયા ટ્રેડ કરી રહી છે.
ચાર મહાનહરોમાં ચાંદીની કિંમત
ચાંદીની કિંમતની વાત કરીએ તો દિલ્હી સોની બજારમાં 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 77,600/- રૂપિયા છે, મુંબઈ સોની બજાર અને કોલકત્તા સોની બજારમાં ચાંદીની કિંમત 77,600 રૂપિયા છે, જ્યારે ચેન્નઈ સોની બજારમાં કિંમત 81000 રૂપિયા છે.
આ પણ વાંચોઃ પ્રયોગો નહીં કરો તો ઠનઠન ગોપાલ રહેશો, પીળી નહીં 'કાળી હળદર'માં છે સૌથી વધારે કમાણી
આ રીતે સમજો સોનાની શુદ્ધતા
24 કેરેટ = 100 ટકા શુદ્ધ સોનું (99.9%)
22 કેરેટ = 83.3 ટકા શુદ્ધ સોનું
20 કેરેટ = 91.7 ટકા શુદ્ધ સોનું
18 કેરેટ = 75.0 ટકા શુદ્ધ સોનું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube