નવી દિલ્હીઃ જો તમે પણ ગોલ્ડ કે પછી સિલ્વર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમને જણાવી દઈએ કે ગુરૂવારે સોના અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી છે. દેશમાં ગુરૂવારે સોનાની કિંમત 184 રૂપિયા વધી 59645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓગસ્ટ ડિલીવરીવાળા સોનાની વાયદા કિંમત 184 રૂપિયા કે 0.31 ટકાની તેજીની સાથે 59645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આજે ગોલ્ડમાં 3702 લોટનો કારોબાર થયો છે. વિશ્લેષકો અનુસાર સહભાગીઓ દ્વારા પોતાની પોઝિશન બનાવી રાખવાથી સોનાની કિંમતમાં વધારો થયો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનું 0.44 ટકા વધી 2018.30 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે. 


ચાંદીની કિંમતમાં પણ વધારો
દેશમાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગુરુવારે ચાંદીની કિંમત 578 રૂપિયા વધીને 75,902 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સપ્ટેમ્બરમાં ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ 18,245 લોટમાં રૂ. 578 અથવા 0.77 ટકા વધીને રૂ. 75,902 પ્રતિ કિલોગ્રામ થયા હતા.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓના બે ભથ્થામાં થઈ શકે છે વધારો, સરકાર જલદી કરી શકે છે જાહેરાત


વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સકારાત્મક સ્થાનિક વલણ પર સહભાગીઓ દ્વારા બનાવવામાં આવેલી નવી પોઝિશન્સ મુખ્યત્વે ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં ચાંદી 0.78 ટકા વધીને 25.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.


શું છે સોનાનો ભાવ?
Today Gold Silver Rates: ગુડ રિટર્ન પ્રમાણે સમાચાર લખાવા સુધી સોની બજારમાં સોનાની કિંમત આ પ્રકારે છે
- દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 60,640 રૂપિયા છે.
- જયપુરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું રૂ.60,640માં વેચાઈ રહ્યું છે.
- પટનામાં સોનાની કિંમત 10 ગ્રામ માટે રૂ. 60,540 છે.
- કોલકાતામાં સોનાની કિંમત  10 ગ્રામ માટે રૂ.60,490 છે.
- મુંબઈમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂ.60,490માં વેચાઈ રહ્યું છે.
- બેંગ્લોરમાં  10 ગ્રામ સોનાની કિંમત 60,490.
- હૈદરાબાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 60,490 રૂપિયા છે.
- ચંદીગઢમાં સોનાનો ભાવ રૂ.60,490 છે.
- લખનૌમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ માટે 60,490 રૂપિયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube