ઉત્તર ગુજરાતમાં દર્દનાક રોડ અકસ્માત; ત્રણ લોકોના કરૂણ મોત, 15 -20 જેટલા લોકો ઇજાગ્રસ્ત
બનાસકાંઠા જિલ્લાના સૂઇગામના સોનેથ ગામ નજીક મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અકસ્માતમાં બસમાં સવાર 15 -20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે જ બનાસકાંઠાથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સૂઇગામના સોનેથ ગામ નજીક મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અકસ્માતમાં બસમાં સવાર 15 -20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલો લોકોને તાત્કાલિક 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.
જ્યારે મૃતકોને સૂઇગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ અર્થે ખસેડાયા છે. આ ઘટનામાં માહિતી મળી રહી છે કે રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જામનગરથી રાજસ્થાન તરફ જતી લકઝરીને સોનેથ ગામ નજીક ભારત માલા હાઇવે પર અકસ્માત નડ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સુઇગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ રોંગ સાઈડમાં આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી. આ બસ જામનગરથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. તમને જણાવી દઈએ કે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવા વર્ષની ઉજવણીની વચ્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે