નવી દિલ્હીઃ Gold Price Today: આજે સોના અને ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી છે. કારોબારી સપ્તાહના છેલ્લી દિવસ શુક્રવારે સોનાની કિંમત 129 રૂપિયા વધી 58419 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તો ચાંદીની કિંમત 332 રૂપિયા વધી 70350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે શું છે સોનાની કિંમત
શુક્રવારે વાયદાના વેપારમાં સોનાના ભાવ રૂ. 129 વધી રૂ. 58,419 પ્રતિ 10 ગ્રામ થયા હતા કારણ કે હાજર બજારમાં મજબૂત માંગને કારણે સટોડિયાઓએ નવી પોઝિશન બનાવી હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, 
ઓક્ટોબર ડિલિવરી માટે સોનાના કરારની કિંમત 129 રૂપિયા કે 0.22 ટકાની તેજીની સાથે 58419 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ, જેમાં 13653 લોટનો કારોબાર થયો હતો. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સહભાગીઓ દ્વારા નવી પોઝિશનની રચના મુખ્યત્વે સોનાના ભાવને પ્રભાવિત કરે છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.41 ટકા વધીને US$1,923 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.


આ પણ વાંચોઃ એક્સચેન્જ પર 21 ઓગસ્ટે લિસ્ટ થશે જિયો ફાઈનાન્શિયલનો શેર, ઈન્વેસ્ટરોને મળશે આ ફાયદો


ચાંદીની વાયદા કિંમતમાં તેજી
મજબૂત હાજર માંગને કારણે સટોડિયાઓએ પોતાના સોદા વધાર્યા જેના કારણે વાયદા કારોબારમાં શુક્રવારે ચાંદીની કિંમત 332 રૂપિયા વધી 70350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સપ્ટેમ્બરની ડિલિવરી માટે ચાંદીનો કરાર 332 રૂપિયા કે 0.47 ટકા વધી 14,713 લોટમાં  70,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો. વિશ્લેષકોએ કહ્યું કે ચાંદીની કિંમતોમાં વૃદ્ધિ મુખ્ય રૂપથી સકારાત્મક ઘરેલૂ વલણને કારણે સટોડિયાઓ દ્વારા કરવામાં આવેલી પોઝીશનને કારણે થઈ છે. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં ચાંદી 0.45 ટકા વધી 23.15 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી છે. 


આ પણ વાંચોઃ 117000% ની તોફાની તેજી, 4 રૂપિયાથી 4000ને પાર પહોંચી ગયો મલ્ટીબેગર સ્ટોક


ક્યાં સૌથી સસ્તું છે સોનું
Today Gold Silver Rates: ગુડ રિટર્ન પ્રમાણે સમાચાર લખાવા સુધી સોની બજારમાં સોનાની કિંમતો આ પ્રકારે છે. 


દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 59,170 રૂપિયા છે.
જયપુરમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂ.59,170માં વેચાઈ રહ્યું છે.
પટનામાં 24 કેરેટના 10 ગ્રામ માટે સોનાની કિંમત રૂ.59,070 છે.
કોલકાતામાં સોનાની કિંમત 24 કેરેટના 10 ગ્રામ માટે રૂ.59,020 છે.
મુંબઈમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ માટે 59,020માં વેચાઈ રહ્યું છે.
બેંગલોરમાં 24 કેટાના સોનાના 10 ગ્રામ માટે 59,020 રૂપિયા છે.
હૈદરાબાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 59,020 રૂપિયા છે.
ચંદીગઢમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.59,170 છે.
લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.59,170 છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube