Gold Rate Today: સતત ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો નવી કિંમત
ભારતીય બજારમાં સતત ત્રીજા દિવસે સોના-ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી છે. આજે આંતરરાષ્ટ્રીય વાયદા બજારમાં તેજી આવતા ભારતમાં પણ ભાવ વધ્યા હતા.
નવી દિલ્હીઃ સોના અને ચાંદી બંન્ને કિંમતી ધાતુઓના હાજર ભાવમાં મંગળવારે સામાન્ય વધારો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં 39 રૂપિયાનો વધારો થયો છે. તેનાથી સોનાનો ભાવ 49,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. સિક્યોરિટીઝ અનુસાર, કિંમતી ધાતુઓના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળને કારણે ઘરેલૂ બજારમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા સત્રમાં સોમવારે સોનું 49,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.
સોનાની સાથે ચાંદીની કિંમતોમાં પણ મંગળવારે સામાન્ય વધારો નોંધાયો છે. ચાંદીની કિંમતમાં 36 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ ચાંદીનો ભાવ 68,156 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. સમવારે ચાંદી 68,120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) તપન પટેલે જણાવ્યુ કે, દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજર ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની વાયદા કિંમતોમાં વધારાને કારણે 39 રૂપિયાની તેજી આવી છે. પરંતુ ભારતીય રૂપિયામાં મજબૂતીને કારણે આ તેજી સીમિત રહી છે.
આ પણ વાંચોઃ 1 જાન્યુઆરી 2021થી Amazon પર 'Mega Salary Days' Sale, આ વસ્તુ પર મળી શકે છે મોટું ડિસ્કાઉન્ટ
ભારતીય રૂપિયો મંગળવારે શરૂઆતી કારોબાર દરમિયાન ડોલરના મુકાબલે 11 પૈસા મજબૂત થઈને 73.38 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનાનો વૈશ્વિક ભાવ મંગળવારે વધારા સાથે 1883 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. તો ચાંદી 26.26 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિત ટ્રેડ કરતી જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube