1 જાન્યુઆરી 2021થી Amazon પર 'Mega Salary Days' Sale, આ વસ્તુ પર મળી શકે છે મોટું ડિસ્કાઉન્ટ

વર્ષ 2020 દુનિયા માટે એક ખરાબ વર્ષ સાબિત થયું છે. આશા છે કે, આવનારું નવું વર્ષ 2021 સૌ કોઈ માટે સારું સાબિત થયા. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આ વખતે તહેવાર, શોપિંગ અને સેલ તમામ પર ખરાબ અસર પાડી છે

1 જાન્યુઆરી 2021થી Amazon પર 'Mega Salary Days' Sale, આ વસ્તુ પર મળી શકે છે મોટું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી: વર્ષ 2020 દુનિયા માટે એક ખરાબ વર્ષ સાબિત થયું છે. આશા છે કે, આવનારું નવું વર્ષ 2021 સૌ કોઈ માટે સારું સાબિત થયા. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આ વખતે તહેવાર, શોપિંગ અને સેલ તમામ પર ખરાબ અસર પાડી છે. એવામાં જો તમે દિવાળી અથવા ક્રિસમસ દરમિયાન આવેલા સેલનો લાભ મેળવી શક્યા નથી તો આ સામાચાર ખાસ તમારા માટે છે. નવા વર્ષમાં ઈ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવાની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો:- FASTag પર આવ્યા મહત્વના સમાચાર, આ મસમોટી ચિંતાનો જડી ગયો ઉકેલ

1 જાન્યુઆરીથી શરૂ થશે 'Mega Salary Days' Sale
અમેઝોન (Amazon) નવા વર્ષની પહેલી તારીખ એટલે કે, 1 જાન્યુઆરીથી 'Mega Salary Days' Sale શરૂ કરી રહી છે. સેલની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. તમને TV, ફર્નિચર, હોમ એપ્લાએન્સ, ઓટો પ્રોડક્ટ્સ, સ્પોર્ટ્સ પ્રોડક્ટ અથવા તો તમારી પસંદની કોઈપણ વસ્તુ પર જોરદાર ડિસ્કાઉન્ટ મળશે. 'Mega Salary Days' Sale 1 જાન્યુઆરીથી 3 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. સેલ દરમિયાન તમને કાર્ડથી શોપિંગ કરવા પર વધુ ફાયદો થશે.

આ પણ વાંચો:- સરકારે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો, એક જાન્યુઆરીથી લાગૂ થશે આ નિર્ણય

ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર તમને આટલો ફાયદો
બેંક ઓફ બરોડા (BOB)ના ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMIનો યૂઝ કરવા પર કસ્ટમર્સને 10 ટકાની તત્કાલ છૂટ (ક્રેડિટ કાર્ડ પર 1250 રૂપિયા સુધી અને ઈએમઆઇ ટ્રાન્જેક્શન પર 15 રૂપિયા સુધી) મળશે.
(ઇનપુટ એએનઆઇ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news