Gold Price Today 2nd August 2022: સોના અને ચાંદીના ભાવમાં આજે વૈશ્વિક બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટાડા બાદ ચાંદીનો ભાવ આજે 58 હજારની નીચે જતો રહ્યો છે. આજે જાહેર થયેલા ભાવ મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ 51437 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 57622 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના સોના ચાંદીના ભાવ
સોના અને ચાંદીના ભાવ દિવસમાં બે વાર જાહેર કરાય છે. એકવાર સવારે અને એકવાર સાંજે. 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો આજે 51231 રૂપિયા ભાવ છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 47116 રૂપિયે વેચાય છે. 750 પ્યોરિટીવાળું સોનું 38578 રૂપિયે વેચાય છે. જ્યારે 585 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનો ભાવ 30091 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 57622 રૂપિયા પ્રતિ કિલો છે. 


કેટલા ઘટ્યા ભાવ
999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 231 રૂપિયા સસ્તો થયો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 230 રૂપિયા ઘટાડો થયો છે. 916 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 212 રૂપિયાનો ઘટાડો થયો છે. 750 પ્યોરિટીવાળા સોનામાં 173 રૂપિયાનો ઘટાડો થયો છે. 585 પ્યોરિટીવાળા સોનામાં 135 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવમાં 757 રૂપિયાનો ઘટાડો  થયો છે. 


24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube