Gold Rate Today: વળી પાછું મોંઘુ થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ
Aaj No sona no Bhav: ભારતીય શરાફા બજારમાં આજે સોના ચાંદીના ભાવ જાહેર થયા છે. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 51815 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ વધીને 57598 રૂપિયા થયો છે.
Aaj No sona no Bhav: ભારતીય શરાફા બજારમાં આજે સોના ચાંદીના ભાવ જાહેર થયા છે. લેટેસ્ટ રેટ પર નજર ફેરવીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 51815 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ વધીને 57598 રૂપિયા થયો છે.
અધિકૃત વેબસાઈટ ibjarates.com ના ભાવ મુજબ આજે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 51608 રૂપિયા જોવા મળ્યો. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું આજે 47463 રૂપિયા થયું. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળું સોનું વધીને 38861 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું આજે મોંઘુ થઈને 30312 રૂપિયે પહોંચી ગયું છે. આ ઉપરાંત જો ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 57598 રૂપિયા થયો છે.
કેટલો વધ્યો ભાવ?
સોના અને ચાંદીના ભાવમાં આમ તો રોજે રોજ ફેરફાર જોવા મળતો હોય છે. આજે ભાવમાં વધારો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળા સોનામાં 10 ગ્રામે 249 રૂપિયા વધ્યા છે. 995 પ્યોરિટીવાળા સોનામાં 248 રૂપિયા, 916 પ્યોરિટીવાળા સોનામાં 228 રૂપિયા, 750 પ્યોરિટીવાળા સોનામાં 186 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સેનું 146 રૂપિયા મોંઘુ થયું છે. એક કિલો ચાંદીની વાત કરીએ તો આજે તે 289 રૂપિયા મોંઘી થઈ છે.
24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે.
મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube