Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે સોના ચાંદીના ભાવ જાહેર થઈ ગયા છે. પહેલા દિવસે જ્યાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો ત્યાં ચાંદી મોંઘી થઈ છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 51968 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીની કિંમત આજે એક કિલોના 57380 રૂપિયા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે દિવસમાં બેવાર સોના ચાંદીના ભાવ જાહેર કરવામાં આવે છે. એકવાર સવારે અને એકવાર સાંજે.  ibjarates.com મુજબ 995 પ્યોરિટીવાળું સોનું આજે 51760 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 47603 રૂપિયે, 750 પ્યોરિટીવાળું સોનું 38976 રૂપિયા થયું છે. 585 પ્યોરિટીવાળું સોનું 30401 રૂપિયે વેચાઈ રહ્યું છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી ચાંદીના ભાવ એક કિલોએ 57380 થયા છે. 


ભાવમાં કેટલો થયો ફેરફાર?
સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં મામૂલી ફેરફાર થયો છે. 999 અને 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું 46 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે 750 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 38 રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી બાજુ 585 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવમાં 18 રૂપિયાનો ઘટાડો થયો છે. 


24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube