સુરતમાં પોલીસ જોઈ ભાગવાનું યુવકને ભારે પડયું! બાઈક અને કાર વચ્ચે અકસ્માત, બાળકનું મોત
સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈ ભાગવા જતા બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેના કારણે એક બાળકનું મોત થયું છે, જ્યારે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર મળી રહ્યા છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં પોલીસ જોઈ ભાગવાનું યુવકને ભારે પડયું છે. બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર બેસેલ બાળકનું મોત નીપજો છે.ઉમરા VR મોલ પાસેથી યુવક બાઈક પર બે બાળક્ને બેસાડીને પસાર થઈ રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર પોલીસે બાઈક ચાલકને અટકાવ્યો હતો. લાયસન્સ નહી હોવાથી બાઇક ચાલક પોલીસથી ભાગવા જતા પાછળથી આવી રહેલ કારે ટક્કર મારી હતી.
સુરત શહેરના ઉન પાટિયા વિસ્તારમાં મુસ્તાક સિદ્દીકી લુમ્સ ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમના પરિવાર બે દીકરી અને એક દીકરો છે.ગત રોજ તેમનો એકના એક દીકરો શેહઝાજ સંબધી મામા સાથે બાઈક પર ફરવા ગયો હતો.ત્યારે બાઈક ચાલક સહિત બે બાળકો પાછળ બેઠા હતા.બાઈક ચાલક ડુમસ રોડ VR મોલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર પોલીસ ચાલકે બાઈક ચાલક બાબુ અંસારીને પોલીસે અટકાવ્યો હતો.
ચાલકે બાઈક થોભી બંને બાળકોને નીચે ઉતારવાનું કીધું હતું.એક બાળક બાળક નીચે ઉતરી ગયો હતો.ત્યારે બીજી બદલ પાછળ જ બેઠો હતો.ત્યારે બાઈક ચાલક પોલીસને ચકમો આપી બાઈક લઇ ફરાર થતાં પાછળથી આવી રહેલ કારે અડફેટે લીધો હતો. બાઈક સવારને કાર ચાલકે અડફેટે લેતા બાઈક સાથે ચાલક સહિત બાળક નીચે પટકાયો હતો.બાળકને ગંભીર ઇજાઓ પોતાના 108 મારફત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં બાળકની બે દિવસની ટૂંકી સારવાર સારવાર બાદ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ ઉમરા પોલીસને થતાં પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક ચાલક બાબુ અંસારીએ જણાવ્યું હતું કે ગત રવિવારના રોજ બાઈક પર બે બાળકો સાથે ફરવા ગયો હતો. દરમિયાન વી.આર મોલ પાસે ટ્રાફિક સિગ્નલ પર પોલીસે અટકાવ્યો હતો. લાયસન્સ નહિ હોવાથી બંને બાળકોને મે નીચે ઉતારવાનું કીધું હતું.તેમાંથી એક બાળક નીચે ઉતરી ગયો હતો ત્યારે બીજો બાળક પાછળ જ બેસ્યો હતો. લાઇસન ના હોવાના કારણે પોલીસ પકડથી હું ભાગવા જતો હતો.
દરમિયાન પાછળથી આવી રહેલ કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાળકને ગંભીરી ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે અમે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનો ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. મારી તો ભૂલ થઈ છે. પરંતુ કાર ચાલકે પાછળથી અડફેટે લેતા તેની પણ ભૂલ છે. પોલીસે સખત કાર્યવાહિ કરવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે