Gold, Silver Rate Update, 22 July 2021: MCX પર સોનાનો ઓગસ્ટ વાયદો લગભગ 125 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નબળાઈ સાથે કારોબાર કરે છે. સોનાનો વાયદો હાલમાં 47450 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આ અઠવાડિયે ઓગસ્ટ સોનાનો વાયદો લગભગ 650 રૂપિયા નબળો રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અઠવાડિયે સોનાની ચાલ (જુલાઈ 19-23)


દિવસ સોનું (MCX ઓગસ્ટ વાયદો)
સોમવાર 48094/ 10 ગ્રામ
મંગળવાર 47876/ 10 ગ્રામ
બુધવાર 47573/ 10 ગ્રામ
ગુરુવાર 47450/ 10 ગ્રામ (વેપાર)

ગત અઠવાડિયે સોનાની ચાલ (જુલાઈ 12-16)


દિવસ સોનું (MCX ઓગસ્ટ વાયદો)
સોમવાર 47774/ 10 ગ્રામ
મંગળવાર 47889/ 10 ગ્રામ
બુધવાર 48299/ 10 ગ્રામ
ગુરુવાર 48400/ 10 ગ્રામ
શુક્રવાર 48053/ 10 ગ્રામ

સોનું ઉંચા સ્તરેથી લગભગ 8750 રૂપિયા સસ્તું
ગત વર્ષે કોરોના સંકટના કારણે લોકોએ સોનામાં ખુબ જ રોકાણ કર્યું હતું, ઓગસ્ટ 2020 માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56191 રૂપિયા ઉંચા સ્તરે પહોંચી ગયો હતો. હવે સોનાનો ઓગસ્ટ વાયદો MCX પર 47450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. એટલે કે લગભગ 8750 રૂપિયા સસ્તો મળી રહ્યો છે.


MCX Silver: ચાંદીના સપ્ટેમ્બર વાયદો પણ આ અઠવાડિયામાં સતત નબળા પડ્યો છે. ગત સપ્તાહ સુધી ચાંદીનો વાયદો 68000 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, પરંતુ આ અઠવાડિયે તે પણ 67000 ની નીચે ગયો. હાલમાં ચાંદીનો વાયદો 100 રૂપિયા પ્રતિ કિલોની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે, પરંતુ ભાવ 67,000 રૂપિયાની ઉપર છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીનો વાયદો 2600 રૂપિયા નબળો પડ્યો છે.


આ અઠવાડિયે ચાંદીની ચાલ


દિવસ ચાંદી (MCX સપ્ટેમ્બર વાયદો)
સોમવાર 67246 / કિગ્રા
મંગળવાર 66606 / કિગ્રા
બુધવાર 67137 / કિગ્રા
ગુરુવાર 67020 / કિગ્રા (વેપાર)

ગત અઠવાડિયે ચાંદીની ચાલ


દિવસ ચાંદી (MCX સપ્ટેમ્બર વાયદો)
સોમવાર 69375 / કિગ્રા
મંગળવાર 69081 / કિગ્રા
બુધવાર 69619 / કિગ્રા
ગુરુવાર 69681 / કિગ્રા
શુક્રવાર 68319 / કિગ્રા

ચાંદી તેની ઉંચ્ચ સપાટીથી 12950 રૂપિયા સસ્તી
ચાંદીનો અત્યાર સુધીનો ઉચ્ચ સ્તર 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. તદનુસાર, ચાંદી પણ તેના ઉચ્ચ સ્તરેથી લગભગ 12950 રૂપિયા સસ્તી છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો 67020 રૂપિયા પ્રતિ કિલો પર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube