Latest Gold Rate: સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલા સામાન્ય બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટીમાં કાપની સરકારની જાહેરાત બાદથી જ સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. ગત એક અઠવાડિયાની વાત કરીએ તો આ સમયગાળામાં જ સોનાના ભાવમાં 5,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટમાં એક જાહેરાત અને કડડભૂસ થયું સોનું
23 જુલાઈના રોજ નાણામંત્રીએ સંસદમાં મોદી 3.0નું બજેટ રજુ કરતા મોટી જાહેરાત કરી હતી. જેમાંથી એક જાહેરાત સોના સંલગ્ન પણ હતી. સરકારે ગોલ્ડ પર લાગનારી કસ્ટમ ટ્યુટીને 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી નાખી જેની અસર બજેટવાળા દિવસથી જ જોવા મળવા લાગી હતી. આ સિલસિલો સતત ચાલુ છે. બજેટથી પહેલા સોનાના ભાવ 72,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો હતો જે હવે 68,000 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યો છે. 


અઠવાડિયામાં આટલું સસ્તું થયું સોનું
MCX પર સોનાના ભાવ પર અઠવાડિયામાં થયેલા ફેરફાર પર નજર ફેરવીએ તો ગત 22 જુલાઈના રોજ સોનાના ભાવ 72718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો પરંતુ 26 જુલાઈ શુક્રવારના રોજ તે ઘટીને 67,666 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. જો કે કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ દરમિયાન આ નીચલા સ્તરને સ્પર્શ્યા બાદ સોનું 68,160 રૂપિયાના સ્તરને સ્પર્શી ગયું હતું. જો કે તેમાં કોમોડિટી માર્કેટમાં કારોબાર દરમિયાન આ નીચલા સ્તરને સ્પર્શ્યા બાદ સોનું 68,160 રૂપિયા પર ક્લોઝ થયું હતું. એ રીતે જોઈએ તો અઠવાડિયામાં સોનામાં લગભગ 5000 રૂપિયા જેટલો ઘટાડો થઈ ચૂક્યો છે. 


હાઈ લેવલથી આટલું નીચે ગગડ્યું સોનું
સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડા બાદ ગોલ્ડ પોતાના ઓલ ટાઈમ હાઈ લેવલથી ઘણું સસ્તું થઈ ચૂક્યું છે. નોંધનીય છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં સોનાના ભાવે તાબડતોડ તેજી સાથે પોતાનું ઓલ ટાઈમ હાઈ લેવલ ટચ કર્યું હતું અને ઘરેલુ માર્કેટમાં તેની કિંમત 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી હતી. MCX પર સોનાના ભાવમાં ઉતાર ચઢાવ પર નજર ફેરવીએ તો એપ્રિલમાં પહેલીવાર તે 74 હજાર પાર થયા બાદ 20 મે 2024ના રોજ 74,696 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આજની કિંમત સાથે સરખાવીએ તો તે લગભગ 6,500 રૂપિયા જેટલું નબળું થયું છે. 


ઘરેલુ માર્કટમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં શુક્રવાર સવારે કડાકો જોવા મળ્યો હતો પરંતુ સાંજે પાછો ભાવ ચડેલો જોવા મળ્યો હતો. ક્લોઝિંગ રેટમાં સોનું 62 રૂપિયા ઉછળીને 68,131 રૂપિયા જોવા મળ્યું. સવારે ઓપનિંગ રેટમાં સોનાનો ભાવ 68,069 રૂપિયા હતો. જો કે ચાંદીમાં નરમાઈ યથાવત રહી અને ઓપનિંગ રેટમાં 65 રૂપિયા તૂટીને 81,271 રૂપિયા પ્રતિ કિલો ક્લોઝ થઈ. ઓપનિંગ રેટમાં ચાંદી 81,336 રૂપિયાના ભાવે જોવા મળી હતી. 


બજેટ બાદ ભાવમાં ધરખમ ઘટાડો
અત્રે જણાવવાનું કે 23મી જુલાઈના રોજ સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કર્યું હતું. આ વખતે બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો જાહેર કરાતાની સાથે જ સોના અને ચાંદીમાં જોરદાર કડાકો જોવા મળ્યો. બજેટના દિવસે શરાફા બજારમાં સોનું 609 રૂપિયાના કડાકા સાથે 72,609 રૂપિયાની સપાટીએ ખુલ્યું હતું. આગલા દિવસે સોનું 73,218 રૂપિયા પર ક્લોઝ થયું હતું. બજેટના દિવસ બાદ શુક્રવારે બજારમાં સોનું 68,131 રૂપિયા પર ક્લોઝ થયું હતું. એટલે કે બજેટ પછી સોનામાં 5,087 રૂપિયા જેટલો કડાકો જોવા મળ્યો. ચાંદી પણ બજેટના દિવસે 620 રૂપિયાના કડાકા સાથે ખુલી હતી અને ત્યારથી લઈને અત્યારનું જોઈએ તો શુક્રવારે 81271 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. એટલે કે 6,925 રૂપિયા ઘટી ગયા. 


ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.