Salary Hike News: કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારી અને 68 લાખ પેન્શરો માટે હોળી પહેલાં દિવાળી આવી છે. સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓને રાજીના રેડ કરી દીધા છે.  કેન્દ્ર સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ખુશખબર આપી છે.  કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો  કરી દેવામાં આવ્યો છે. આજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે પત્રકાર પરિષદ યોજી આ જાહેરાત કરી છે. કેન્દ્રીય કર્મચારીઓને હવે 50 ટકા મોંઘવારી ભથ્થું મળશે. જેનો લાભ આશરે 1 કરોડ સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. સરકારની જાહેરાત બાદ કર્મચારીઓને બે મહિનાનું એરિયર પણ મળશે.  4 ટકા ડીએ વધતાં સરકાર પર 12,868 કરોડનો બોજ વધશે આ પહેલાં ઓક્ટોબર 2023માં સરકારે ડીએ 4 ટકા વધારીને 46 ટકા કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશરે 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો
કેન્દ્ર સરકારના નિર્ણયથી 48.67 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને ફાયદો થયો. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ દેશના મોંઘવારી દર પર આધારિત છે. જો મોંઘવારી દર વધુ છે તો ડીએમાં વધારે વધારો થાય છે. 


હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો
હવે સરકારની નવી જાહેરાત બાદ મોંઘવારી ભથ્થું 50 ટકાએ પહોંચી જશે. સાતમાં પગાર પંચની ભલામણો અનુસાર જો ડીએ 50 ટકા સુધી પહોંચી જાય તો હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થશે. આ વધારા સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના ટેક હોમ પગારમાં વધારો થવાનું નક્કી છે. તમને જણાવી દઈએ કે સાતમાં પગાર  પંચ પ્રમાણે હાઉસ રેન્ટ એલાઉન્સને ત્રણ કેટેગરીના શહેરો હેઠળ વિભાજીત કરવામાં આવ્યું છે. આ કેટેગરી X,Y & Z છે. 


X કેટેગરીના કર્મચારી શહેરમાં રહે છે તો તેનું હાઉસ રેન્ટ એલાઉન્સ વધીને 30 ટકા થઈ જશે. આ રીતે Y કેટેગરી માટે 20 ટકા અને ઝેડ કેટેગરી માટે HRA 10 ટકા જશે. અત્યારે X,Y & Z મેટ્રો સિટી/સિટીમાં રહેતા કર્મચારીઓને ક્રમશઃ 27, 18 અને 9 ટકા એચઆરએ મળે છે. 


સરકારી કર્મચારીઓ ખુશ થઈ જાઓ...DAમાં વધારા બાદ વધુ એક સારા સમાચાર તમારા માટે


50 ટકા થયું મોંઘવારી ભથ્થું
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકા થઈ ગયું છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ પહેલા કર્મચારીઓને 46 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું હતું. હવે તે 50 ટકા થઈ ગયું છે. જેનો લાભ કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. 


 પગારમાં કેટલો થશે વધારો
સરકાર તરફથી ડીએમાં વધારાની અસર સીધી કર્મચારીઓના પગારમાં જોવા મળશે. જો કોઈ કર્મચારીનો પગાર 50,000 રૂપિયા છે અને તેમાં બેસિક વેતન 15000 રૂપિયા છે. તો વર્તમાન સમયમાં તેને 46 ટકા પ્રમાણે 6900 રૂપિયા ડીએ મળી રહ્યું હશે. હવે ડીએમાં 4 ટકાના વધારા બાદ તે કર્મચારીને 7500 રૂપિયા મળશે. એટલે કે કર્મચારીના પગારમાં 600 રૂપિયાનો વધારો થઈ જશે. આ સિવાય જો કોઈ કર્મચારીનો પગાર 24 હજાર રૂપિયા છે. તો 46 ટકા ડીએ પ્રમાણે 11,040 રૂપિયા થાય છે. હવે ડીએ 50 ટકા થતાં આ રકમ વધીને 12,000 રૂપિયા થી જશે. આમ કર્મચારીના પગારમાં દર મહિને 960 રૂપિયાનો વધારો થશે.


કેન્દ્ર સરકારના 1 કરોડ કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામા વધારો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube