નવી દિલ્હીઃ LPG Refill Booking Portability: સરકારે LPG રીફિલના પોર્ટેબિલિટીને મંજૂરી આપી છે. એટલે કે હવે તમે તમારૂ LPG સિલિન્ડર કોઈપણ ડિસ્ટ્રીબ્યુટર પાસે ભરાવી શકો છો. એટલે કે તમે તમારી તેલ માર્કેટિંગ કંપનીના હાલના LPG ડિસ્ટ્રીબ્યુટરથી ખુશ નથી તો તમે તેની જગ્યાએ અન્ય ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકો છો. ઘણા સમયથી આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી, હવે તેને મંજૂરી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LPG રીફિલ માટે બદલી શકશો ડિસ્ટ્રીબ્યુટર
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાયલ તરફથી આ નિર્ણય પર કહેવામાં આવ્યું છે કે LPG ગ્રાહકોને તે નિર્ણય કરવાની મંજૂરી આપવામાં આવે કે તે ક્યા ડિસ્ટ્રીબ્યુટર પાસે LPG રીફિલ કરાવવા ઈચ્છે છે. ગ્રાહક પોતાની તેલ માર્કેટિંગ કંપની હેઠળ પોતાના એડ્રેસ પર ડિસ્ટ્રીબ્યુટર્સના લિસ્ટમાંથી પોતાના ડિલીવરી ડિસ્ટ્રીબ્યુટરની પસંદગી કરી શકશે. પાયલટ પ્રોજેક્ટ તરીકે તેને ચંદીગઢ, કોયતુંબર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં લોન્ચ કરવામાં આવશે.


પોર્ટલ પર મળશે ડિસ્ટ્રીબ્યુટર્સનું લિસ્ટ
જ્યારે ગ્રાહક LPG રીફિલ કરાવવા માટે મોબાઇલ એપ-કસ્ટમર પોર્ટલ ખોલશે અને લોગ-ઇન કરશે તો તેને ડિલીવરી ડિસ્ટ્રીબ્યુટરનું લિસ્ટ જોવા મળશે. તેમાં તેનું પરફોર્મંસ અને રેટિંગ પણ હશે. જેથી ગ્રાહકોને સારા ડિસ્ટ્રીબ્યુટર્સની પસંદગી કરવામાં મદદ મળશે. તેમાં ડિસ્ટ્રીબ્યુટર્સ પર પણ પોતાના પ્રદર્શનને સુધારવાનો દબાવ વધશે. 


આ પણ વાંચોઃ હવે સરસવના તેલે તોડ્યા બધા રેકોર્ડ, 1 લીટરનો ભાવ પહોંચ્યો 250 રૂપિયા, જાણો કારણ  


IOC - https://cx.indianoil.in
Bharat Gas - https://my.ebharatgas.com
HPGas - https://myhpgas.in


ગ્રાહક આ લિસ્ટમાંથી ગમે તેની પસંદગી કરી શકે છે, જે તેના વિસ્તારમાં ઉપલબ્ધ હશે અને LPG રીફિલની ડિલિવરી કરશે. તેનાથી ન માત્ર ગ્રાહકોને સારી સેવા મળશે પરંતુ ડિસ્ટ્રીબ્યુટર્સ વચ્ચે પણ ગ્રાહકોને સારી સુવિધા આપવાની એક સ્વસ્થ પરંપરા પણ શરૂ થશે, જેથી તેના રેટિંગમાં સુધાર થશે. 


પોર્ટલ પર ઓનલાઇન ટ્રાન્સફરની સુવિધા
તે વિસ્તારમાં સર્વિસ આપી રહેલા બીજા ડિસ્ટ્રીબ્યુટર્સને એલપીજી કનેક્શનના ઓનલાઇન ટ્રાન્સફરની સુવિધા એલપીજી ગ્રાહકો સંબંધિત તેલ કંપનીઓના વેબ-પોર્ટલની સાથે-સાથે તેના મોબાઇલ એપ દ્વારા આપવામાં આવી છે. પોતાના રજીસ્ટર્ડ લોગ-ઇનનો ઉપયોગ કરતા ગ્રાહક પોતાના વિસ્તારમાં કાર્યરત ડિસ્ટ્રીબ્યુટર્સના લિસ્ટથી પોતાના OMC ના ડિસ્ટ્રીબ્યુટર્સને પસંદ કરી શકે છે અને પોતાના LPG કનેક્શનના પોર્ટિંગ વિકલ્પને પસંદ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube