હવે સરસવના તેલે તોડ્યા બધા રેકોર્ડ, 1 લીટરનો ભાવ પહોંચ્યો 250 રૂપિયા, જાણો કારણ
Mustard Oil price latest news- માર્કેટથી લઈને રિટેલની દુકાનો સુધી સરસવના તેલમાં તેજી છે. શુદ્ધ તેલના ભાવમાં પ્રતિ લીટરે 60-70 રૂપિયાનો વધારો થયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસ પરેશાન છે. દાળ, શાક, ઇંડા, દૂધ, પેટ્રોલ-ડીઝલ જેવી વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. પરંતુ તેલના ભાવે તો રસોઈની મજા બગાડી દીધી છે. હવે રસોઈ બનાવવી પણ મોંઘી પડી રહી છે. હકીકતમાં કડવુ તેલ એટલે કે સરસવના તેલમાં (Mustard Oil) આગ લાગી છે. તેની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. શુદ્ધ તેલના ભાવમાં (Mustard Oil price) 60-70 રૂપિયાનો રેકોર્ડ વધારો થયો છે. એક મહિના સુધી મિલ (Oil mill) પર સરસવનું તેલ 180 રૂપિયા પ્રતિ લીટર હતું. હવે તેનો ભાવ 240-250 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
રેકોર્ડ ઉત્પાદન છતાં ભાવમાં વધારો
કૃષિ મંત્રાલય પ્રમાણે 2020-2021 માં રેકોર્ડ 9.99 મિલિયન ટન સરસવના ઉત્પાદન (Mustard Production) અનુમાન છે. સરકાર પ્રમાણે 2015-2016 થી 2019-2020 સુધી સરસવનું વાર્ષિક ઉત્પાદન (એવરેજ) 8.30 મિલિયન ટન રહ્યું છે. છતાં રેકોર્ડ ઉત્પાદન બાદ ભાવ કેમ વધી રહ્યાં છે.
આ પણ વાંચોઃ પેટ્રોલમાં તોતિંગ ભાવ વધારાથી કંટાળ્યા છો? આ બાઈક લઈલો એવું લાગશે કે હજુ તો સસ્તું છે પેટ્રોલ!
સરસવના ભાવમાં તેજીનું કારણ શું?
કારોબારીઓ પ્રમાણે તેલના ભાવ ત્રણ કારણોને લીધે ઉપર જઈ રહ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ સરસવના તેલમાં કોઈ બીજુ તેલ મિક્સ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરસવના ભાવમાં પણ વધારો થયો છે. તેવામાં શુદ્ધ તેલ કઈ રીતે સસ્તું મળી શકે. તો હવે ખાદ્ય તેલોના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટથી નક્કી થઈ રહ્યાં છે. આ કારણે ભાવમાં તેજી આવી છે. મહત્વનું છે કે સરસવના તેલમાં નક્કી માત્રામાં બીજા ખાદ્ય તેલોના મિશ્રણને બ્લેન્ડિંગ કહે છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી સરસવનો વપરાશ વધ્યો છે.
સરસવના તેલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
- 1 ક્વિન્ટન સરસવામાં 36 લિટર તેલ (સરેરાશ) બહાર આવે છે.
- સરસવનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 7500 રૂપિયા છે.
- શુદ્ધ તેલની કિંમત 208 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલું કરનાર નફો ઉમેરીને વેચે છે.
- 1 ક્વિન્ટલ સરસવમાં આશરે 60 કિલો ખોળ નિકળશે.
- આશરે 1320 રૂપિયાની ખોળ હશે.
- તેનાથી ખોળ, પરિવહન અને માર્કેટિંગનો ખર્ચ નિકળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે