Gold Silver Price: ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. લગ્ન સીઝનમાં સોના-ચાંદીમાં ભાવ વધારા બાદ આ કારોબારી અઠવાડિયામાં સોનાના ભાવમાં 1129 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમતમાં 3434 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે. એવામાં જો તમે સોનું અને ચાંદીની ખરીદી કરવા માંગો છો તો તમે ખરીદી કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટાડા બાદ સોના-ચાંદીનો ભાવ
આઇબીજેએ એટલે કે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ કારોબારી અઠવાડિયાની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો ભાવ 53,603 રૂપિયા ઘટી શુક્રવાર સુધીમાં 52,474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. ત્યારે 999 શુદ્ધ ચાંદીનો ભાવ આ અઠવાડિયામાં 70,109 રૂપિયાથી ઘટી 66,685 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.


અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિની ધરપકડ, શિવસેનાએ કરી ઉજવણી


આ અઠવાડિયાના સોનાના ભાવ
18 એપ્રિલ 2022 (સોમવાર) 53,603 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
19 એપ્રિલ 2022 (મંગળવાર) 53,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
20 એપ્રિલ 2022 (બુધવાર) 52,752 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
21 એપ્રિલ 2022 (ગુરુવાર) 52,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
22 એપ્રિલ 2022 (શુક્રવાર) 52,474 રૂપિયા પ્રતિ 10 ગ્રામ


જાણો પ્રિયંકા ચોપડાએ કોના નામ પર રાખ્યું પુત્રીનું નામ, એકદમ ખાસ છે તેનો અર્થ


આ અઠવાડિયાના ચાંદીના ભાવ
18 એપ્રિલ 2022 (સોમવાર) 70,109 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
19 એપ્રિલ 2022 (મંગળવાર) 70,344 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
20 એપ્રિલ 2022 (બુધવાર) 68,590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
21 એપ્રિલ 2022 (ગુરુવાર) 67,330 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
22 એપ્રિલ 2022 (શુક્રવાર) 66,685 રૂપિયા પ્રતિ કિલોગ્રામ


દિલ્હીના કેપ્ટન રિષભ પંતને કોચે ખખડાવ્યો, છેલ્લી ઓવરમાં નો બોલ પર વિવાદ


ગોલ્ડ પાછળ ક્રેઝી ભારતીય
મોંઘવારી વચ્ચે દેશમાં સોના પ્રત્યે ક્રેઝ ઘટવાની જગ્યાએ દેશમાં સોનાની આયાત ગત નાણાકીય વર્ષ 2021-22 માં 33.34 ટકા વધી 46.14 અબજ ડોલર પહોંચી હતી. સત્તાવાર આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2020-21 માં ભારતમાં સોનાની આયાત 34.62 અબજ ડોલર રહી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube