Priyanka Chopra Daughter: જાણો પ્રિયંકા ચોપડાએ કોના નામ પર રાખ્યું પુત્રીનું નામ, એકદમ ખાસ છે તેનો અર્થ

Priyanka Chopra Daughter: પ્રિયંકા ચોપડાની પુત્રીનું નામ ખુબ જ ખાસ છે. પ્રિયંકાએ તેની માતા મધુ માલતીના નામ પરથી નામ રાખ્યું છે. આ સાથે જ પીસીની પુત્રીના નામનો અર્થ પણ એકદમ ક્યૂટ છે.

Priyanka Chopra Daughter: જાણો પ્રિયંકા ચોપડાએ કોના નામ પર રાખ્યું પુત્રીનું નામ, એકદમ ખાસ છે તેનો અર્થ

Priyanka Chopra Daughter Name: નિક જોનાસ અને અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પુત્રીનું નામ ચર્ચામાં છે. બાળકીના જન્મના ત્રણ મહિના બાદ હવે તેમની પુત્રીનું નામ સામે આવ્યું છે. પહેલા તો સૌ કોઈ કન્ફ્યુઝ થઈ ગયા કે આખરે પ્રિયંકા ચોપડાની પુત્રીનું નામ માલતી મેરી ચોપડા જોનાસ કેમ રાખવામાં આવ્યું પરંતુ અમે તમને જણાવી રહ્યા છે કે આખરે પ્રિયંકા માટે આ નામ કેમ ખાસ છે.

પ્રિયંકાએ માતાના નામ પરથી પુત્રીનું નામ
પ્રિયંકા ચોપડાની માતાનું નામ મધુ માલતી ચોપડા છે. એવામાં પ્રિયંકાએ તેની માતાના નામથી ઇન્સ્પાયર થઈને પુત્રીનું નામ માલતી રાખ્યું છે. આ સાથે જ પ્રિયંકા જ્યારે હિન્દુ છે ત્યારે નિક ક્રિશ્ચિયન છે અને પુત્રીના નામમાં આ બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ક્રિશ્ચિયન હોવાને કારણે પીસીએ પુત્રીના નામમાં મેરી ઉમેર્યું છે. આ સાથે જ એક્ટ્રેસે તેની પુત્રીની અટકમાં બંનેની અટક લખી છે.

પ્રિંયકાની પુત્રી માલતી મેરીના નામનો અર્થ
પ્રિયંકા ચોપડાની પુત્રીના નામના અર્થની વાત કરીએ તો માલતી એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થયા છે સુગંધિત ફૂલ અથવા ચંદ્રની રોશની. ત્યારે મેરી એક લેટિન શબ્દ છે જેનો અર્થ સ્ટાર ઓફ સી થયા છે. તમને જણાવી દઈએ કે જીસસ ક્રાઈસ્ટની માતાનું નામ પણ મેરી હતું. એવામાં પ્રિયંકા ચોપડાની પુત્રીનું નામ ઘણું અર્થપૂર્ણ છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રી-મેચ્યોર ડિલિવરી
તમને જણાવી દઈએ કે, 21 જાન્યુઆરીના ભલે પ્રિયંકા અને નિકના બાળકીના જન્મની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ રિપોર્ટ અનુસાર આ તારીકના 12 અઠવાડિયા પહેલા બાળકીનો જન્મ થયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની પુત્રી 27 માં અઠવાડિયામાં પેદા થઈ હતી. બાળકીનો જન્મ એપ્રિલમાં થવાનો હતો પરંતુ પ્રી મેચ્યોર ડિલિવરી થઈ છે.

15 જાન્યુઆરીએ થયો જન્મ
TMZ ના જણાવ્યા અનુસાર કથિત રીતે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની પુત્રીનું બર્થ સર્ટિફિકેટ મેળવ્યું અને તે પ્રમાણપત્રમાં જે નામ લખ્યું છે- તે માલતી મેરી ચોપડા જોનાસ છે. આ સર્ટિફિકેટમાં કહેવામાં આવ્યું છે કે માલતીનો જન્મ 15 જાન્યુઆરીના કૈલિફોર્નિયાના સેન ડિએગોમાં રાત્રે 8 વાગ્યે થયો હતો, જ્યારે દંપતિએ હજુ સુધી બાળકીના નામ પર કોઈ પુષ્ટી કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, નામ બંને માટે એક ખાસ અર્થમાં હોઈ શકે છે. દંપતિએ તેમની બંને પરંપરાઓનું સન્માન તેમની પુત્રીના નામ સાથે પણ જાહેર રાખ્યું છે તેથી જ આ કપલે એક હિન્દુ નામની સાથે સાથે મધ્ય નામ મેરીને પણ પસંદ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news