નવા મહિનાના પહેલા જ દિવસે સવાર સવારમાં સારા સમાચાર મળ્યા છે. ઓઈલ કંપનીઓએ આ વધતી મોંઘવારી સામે થોડી રાહત આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. 1 જુલાઈથી 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડર માટે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ અનિલ અંબાણી: એક સમયે પત્નીના દાગીના વેચીને ભરી હતી ફી, આજે પુત્ર પલટી રહ્યો છે ભાગ્ય


સસ્તો થયો બાટલો
1 જુલાઈથી ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા છે. જો કે આ રાહત કોમર્શિયલ સિલિન્ડર એટલે કે 19 કિલોગ્રામવાળો બાટલો છે તેમાં આપવામાં આવી છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. બાટલામાં ઘટેલા આ ભાવનો લાભ જે લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે તેમને એટલે કે રેસ્ટોરન્ટ ઓનર, ઢાબાવાળા જેવા લોકોને થશે. તેમને હવે 30 રૂપિયા સસ્તો બાટલો મળશે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. 


આ પણ વાંચોઃ ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન સાથે તોફાની વરસાદની આગાહી, આ જિલ્લાઓ પર મોટી ઘાત


ક્યાં કેટલો સસ્તો થયો ગેસ
1 જુલાઈ 2024થી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 3થી 31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આ બાટલાની કિમત 30 રૂપિયા તો કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈમાં 31 રૂપિયા ઘટી છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1676 ની જગ્યાએ 1646 રૂપિયાનો મળશે. જ્યારે કોલકાતામાં 1756 રૂપિયામાં, ચેન્નાઈમાં 1809.50 રૂપિયામાં અને મુંબઈમાં 1598 રૂપિયામાં મળશે. એ જ રીતે પટણામાં કોમર્શિયલ સિલિન્ડર 1915.5 રૂપિયા, અમદાવાદમાં 1665 રૂપિયામાં મળશે.


આ પણ વાંચો : આવી ગયો જુલાઈ, સરકારી કર્મચારીઓની વધશે કમાણી! મોંઘવારી ભથ્થું શૂન્ય થશે? કેટલું મળશે 


જો 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં તે 803 રૂપિયા, કોલકાતામાં 826 રૂપિયા, મુંબઈમાં 802 રૂપિયા અને ચેન્નાઈમાં 818 રૂપિયામાં મળે છે. જનતાને આશા છે કે જલદી આ મોંઘા ગેસ સિલિન્ડરમાં થોડી રાહત મળશે.