7th Pay Commission: આવી ગયો જુલાઈ, સરકારી કર્મચારીઓની વધશે કમાણી! મોંઘવારી ભથ્થું શૂન્ય થશે? કેટલું મળશે? જાણો લેટેસ્ટ અપડેટ

7th Pay Commission: સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. જે મોંઘવારી દરના આધાર પર સમય સમય પર રિવાઈઝ કરાય છે. પરંતુ આ બધા વચ્ચે એવી પણ ચર્ચા હતી કે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દેવામાં આવશે. જાણો વધુ વિગતો....

7th Pay Commission: આવી ગયો જુલાઈ, સરકારી કર્મચારીઓની વધશે કમાણી! મોંઘવારી ભથ્થું શૂન્ય થશે? કેટલું મળશે? જાણો લેટેસ્ટ અપડેટ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જુલાઈ મહિનો આવી ગયો છે. આ મહિનો ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે આ મહિનાના અંત સુધીમાં ખબર પડી જશે. જુલાઈથી મોંઘવારી ભથ્થામાં થનારા વધારાને લઈને ખુબ ચર્ચાઓ છે. સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાનો એક મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. જે મોંઘવારી દરના આધાર પર સમય સમય પર રિવાઈઝ કરાય છે. પરંતુ આ બધા વચ્ચે એવી પણ ચર્ચા હતી કે મોંઘવારી ભથ્થું શૂન્ય કરી દેવામાં આવશે. 

મોંઘવારી ભથ્થાની હાલની સ્થિતિ
હાલના સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. જેને માર્ચ 2024માં વધારવામાં આવ્યું હતું. મોંઘવારી  ભથ્થાનો દર CPI પર નિર્ભર કરે છે. જે ફુગાવાના દરને દર્શાવે છે. AICPI ઈન્ડેક્સના આંકડાના આધાર પર મોંઘવારી ભથ્થાનો સ્કોર નક્કી થાય છે. અત્યાર સુધી મોંઘવારી ભથ્થાના 4 મહિનાના આંકડા આવ્યા છે. મેના નંબર જૂનના અંતમાં બહાર પડવાના હતા. પરંતુ તેમાં વિલંબ થયો છે. જ્યારે  જુલાઈમાં જૂનના આંકડા આવવાથી મોંઘવારી ભથ્થાનો ફાઈનલ સ્કોર ખબર પડશે. 

DA માં કેટલો થઈ શકે વધારો
એક્સપર્ટ્સનું માનવું છે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. જો આમ થયું તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53 ટકા પર પહોંચી જશે. આ વધારાની સીધી અસર કર્મચારીઓના મંથલી પગાર પર સ્પષ્ટ રીતે જોવા મળશે અને તેમને વધતી મોંઘવારીથી રાહત મળી શકશે. 

ડીએને મર્જ કરવાનો કોઈ ઈરાદો નથી
હાલમાં કેટલીક એવી અટકળો હતી કે સરકાર મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં મર્જ કરવા પર વિચાર કરી શકે છે. જો કે નાણા મંત્રાલયના સૂત્રોએ આ વાતને ફગાવે છે અને સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થાને મર્જ કરવાનો હાલ કોઈ ઈરાદો નથી. મોંઘવારી ભથ્થું એક અલગ અને નિયમિત રીતે એડજસ્ટ્ડ ભથ્થું રહેશે જે ફુગાવાના દર પર આધારિત હોય છે. 

નાણા મંત્રાલયનું નિવેદન
નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મોંઘવારી ભથ્થાના સમીક્ષા અને સમાયોજન એક નિયમિત પ્રક્રિયા છે અને તેને દર 6 મહિનામાં કરવામાં આવે છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે કર્મચારીઓના હિતોનું ધ્યાન રાખીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી  ભથ્થામાં વધારાનો ઈન્તેજાર છે. એ સ્પષ્ટ છે કે DA ને મર્જ કરવાની હાલ કોઈ યોજના નથી. કર્મચારીને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત સૂચનાઓની રાહ જુએ અને અફવાઓ પર વિશ્વાસ ન કરે. 

(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news