નવી દિલ્હી: સંસદના મોનસૂન સત્રમાં કેન્દ્ર સરકારે શ્રમ સુધારો  (Labour Reforms) સાથે જોડાયેલા ત્રણ ખરડા લોકસભા (Lok Sabha)માં રજૂ કર્યા છે. તેમાં સોશિયલ સિક્યોરિટી કોડ 2020 (Social Security Code 2020) પણ સામેલ છે. સોશિયલ સિક્યોરિટી કોડમાં ઘણી નવી જોગવાઇ ઉમેરવામાં આવી છે. તેમાંથી એક જોગવાઇ ગ્રેજ્યુટી  (Gratuity)ને લઇને છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રેજ્યુટી (Gratuity) પાંચ વર્ષના બદલે એક વર્ષમાં મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેતન સાથે મળશે ગ્રેજ્યુટી (Gratuity)નો ફાયદો
સોશિયલ સિક્યોરિટી કોડ 2020 (Social Security Code 2020) માં નવી જોગવાઇની ડિટેલ્સ આપવામાં આવી છે. પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનાર લોકોને સીધો ફાયદો થશે. એવા કર્મચારી જે ફિક્સ્ડ ટર્મ બેસિસ પર નોકરી કરે છે, તેમને એટલા દિવસના આધારે જ ગ્રેજ્યુટી મેળવવાનો હક રહેશે. તેના માટે પાંચ વર્ષની જરૂર નથી. સરળ ભાષામાં સમજીએ તો કોન્ટ્રાક્ટ બેસિસ પર કામ કરનાર કર્મચારીઓને તેમના વેતન સાથે-સાથે ગ્રેજ્યુટીનો ફાયદો પણ મળી શકશે. ભલે કોંટ્રાક્ટ ગમે તેટલા દિવસનો હોય, તેમને વેતનના આધારે ગેજ્યુટીની ચૂકવણી કરવામાં આવશે. 


કાયદો બનતાં મળશે ફાયદો
સોશિયલ સિક્યોરિટી કોડ 2020 ને અત્યારે સંસદના બંને સદનોમાંથી મંજૂરી મળવાની બાકી છે. ત્યારબાદ જ આ કાયદો બનશે. કાયદો બન્યા પછી જ તેની તમામ જાણકારી સામે આવશે. અત્યારે સરકાર તરફથી ફક્ત આટલી જ જાણકારી રાખવામાં આવી છે. કાયદો બન્યા પછી જ નિયમ અને શરતો પણ લાગૂ થશે. 


શું છે ગ્રેજ્યુટીની પાત્રતા?
ગ્રેજ્યુટી પેમેન્ટ એક્ટૅ 1972ના નિયમો (Gratuity act 1972 rules)ના અનુસાર, ગ્રેજ્યુટીની રકમ વધુમાં વધુ 20 લાખ રૂપિયા સુધી હોય શકે છે. ગ્રેજ્યુટી માટે કર્મચારીને એક જ કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી નોકરી કરવી અનિવાર્ય છે. તેનાથી ઓછા સમય માટે કરવામાં આવેલી નોકરીની સ્થિતિમાં કર્મચારી ગ્રેજ્યુટીની પાત્રતા રહેતી નથી. 4 વર્ષ 11 મહિનામાં નોકરી છોડવાથી પણ ગ્રેજ્યુટી મળતી નથી. જોકે અચાનક કર્મચારીના મોત અથવા દુર્ઘટના થતાં નોકરી છોડવાની સ્થિતિમાં નિયમ લાગૂ પડતો નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube