દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલ હંમેશા પોતાના યૂઝર્સને યુનિક સર્વિસ આપવાની કોશિશ કરે છે. આ જ કડીમાં પેમેન્ટ એપ ગૂગલ પેએ સામાન્ય માણસોની નાની નાની જરૂરિયાતને પૂરી કરવા માટે સેશે લોનની શરૂઆત કરી છે. ગૂગલની આ નાનકડી રજૂઆતથી નાના વેપારીઓને સરળતાથી 15,000 રૂપિયાની લોન મળી જશે. ખાસ વાત એ છે કે તેના માટે કોઈ બેંકના ચક્કર કાપવાની જરૂર પડશે નહીં. ગૂગલે 15,000ના નાનકડા કરજને સેશે લોન નામ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ સેશે લોન
સેશે લોન એક પ્રકારની નાનકડી અને પ્રી અપ્રુવ્ડ લોન હોય છે. તેનો સમયગાળો 7 દિવસથી લઈને 12 મહિના સુધીનો હોય છે. ગૂગલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. ગૂગલે કહ્યું કે અમે હંમેશા જોયું છે કે નાના વેપારીઓને મોટાભાગે નાની લોન અને સરળ ચૂકવણીના વિકલ્પો સાથે કરજ મેળવવાની ઈચ્છા હોય છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે Google Pay, @DMIFinance સાથે સેશે લોન શરૂ કરી રહ્યું છે. તેમાં 15,000 રૂપિયાની લોન મળશે અને તેને 111 રૂપિયાના સરળ હપ્તાથી ચૂકવી શકાશે. 


ગૂગલની આ સુવિધા એવા યૂઝર્સ માટે ફાયદાકારક રહેશે જે રોજ વેપાર કરીને દરરોજ પ્રમાણે કરજની ચૂકવણી કરવા ઈચ્છે છે. ગૂગલે લોન આપવા માટે 4 બેંક આઈસીઆઈસીઆઈ, કોટક મહિન્દ્રા, ફેડરલ અને એચડીએફસી બેંક સાથે કરાર કર્યો છે. 



કેવી રીતે મળશે લોન?


જો કે ગૂગલે આ લોન સર્વિસ હાલ ટિયર 2 શહેરોમાં શરૂ કરી છે. એવા લોકો કે જેમની માસિક આવક 30,000 રૂપિયા છે. તેઓ સરળતાથી સેશે લોન મેળવી શકે છે. આ લોન સુવિધાનો લાભ તમે  કેવી રીતે મેળવી શકશો તે પણ ખાસ જાણો.


- સૌથી પહેલા Google Pay for Business એપ ખોલો અથવા તો ડાઉનલોડ કરો. 


- ત્યારબાદ લોન સેક્શનમાં જઈને ઓફર્સ ટેબ પર ક્લિક કરો. 


- લોનની રકમ નોંધીને આગળ વધો. ત્યારબાદ તમે લેન્ડિંગ પાર્ટનરની સાઈટ પર રિડાયરેક્ટ થઈ જશો. 


- અહીં KYC સહિત બધા સરળ સ્ટેપ્સ પૂરા કર્યા બાદ તમને લોન મળી જશે.