નવી દિલ્હી: દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ અને ફાઇન્શિયલ સર્વિસ એપ Paytm ને Google Play Store પરથી દૂર કરવામાં આવી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી અત્યારે પેટીએમની મુખ્ય એપને રિમૂવ કરી દેવામાં આવી છે જ્યારે બીજી એપ્સ જેમ કે Paytm for business, Paytm Mall, Paytm Money વગેરે ઉપલબ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલનું નિવેદન
ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું કે પેટીએમ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવતાં કહ્યું કે અમે એવી એપને સ્થાન ન આપી શકીએ જે ઓનલાઇન કેશવાળી ગેમ્સ, જુગાર અથવા સટ્ટાનું આયોજન કરે છે. પેટીએમ 'PayTM First Games' દ્વારા પૈસા જીતવાનો દાવો કરે છે. 



ટેક ક્રંચએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ નિર્ણય ઇન્ટરનેટ સર્ચ દિગ્ગજએ પેટીએમ દ્વારા સતત કંપનીઓની નીતિઓનું ઉલ્લંઘનના લીધે લીધો છે. રિપોર્ટમાં આ મુદ્દા સાથે સંકળાયેલા સૂત્રના હવાલેથી દાવો કર્યો છે કે પેટીએમ ઇન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવાના ઠીક એક દિવસ પહેલાં કરી દેવામાં આવી છે. 


પેટીએમએ શું કહ્યું?
પેટીએમએ ટ્વીટ કરીને કહ્યું ક 'પ્રિય પેટીએમ યૂઝર્સ, પેટીએમ એંડ્રોઇડ એપ અત્યારે ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબધ નથી. ખૂબ જલદી ફરીથી ઉપલબ્ધ થશે. તમારા પૈસા સુરક્ષિત છે, અને તમે પેટીએમ એપને પહેલાંની માફક ઉપયોગ કરી શકશો.