ચેતન ભૂટાની, નવી દિલ્હી: મોંઘા પેટ્રોલ-ડીઝલ ખરીદી રહેલા લોકોને થોડી રાહત મળવાની છે, કારણ કે સરકારે ઇથેનોલ (Ethanol) ને Standalone Fuel ના રૂપમાં ઉપયોગ મંજૂરી આપી છે અને હવે ઓઇલ કંપનીઓને સીધા E-100 વેચવાની પરવાનગી મળી ગઇ છે. સૂત્રોના અનુસાર પેટ્રોલિયમ મંત્રાલય દ્રારા ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. જોકે આ ફ્યૂલનો ઉપયોગ તે ગાડીઓમાં થશે જે E100 કમ્પેટિબલ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ, ડીઝલની માફક E100 ને મંજૂરી
પેટ્રોલિયમ મંત્રાલયે ઓર્ડર જાહેર કરતાં ઇથેનોલના સ્ટેન્ડઅલોન ફ્યૂલ (Standalone Fuel) જાહેર કર્યું. સરકારે પેટ્રોલ અને ડીઝલની માફક E-100 ને પરવાનગી આપી છે, ત્યારબાદ ઓઇલ કંપનીઓને સીધા E-100 વેચવાની મંજૂરી આપી છે. તેના માટે મોટર સ્પિરિટ અને હાઇ સ્પીડ ડીઝલ ઓર્ડર 2005 (Motor Spirit and high-speed diesel order 2005) માં સંશોધન કરવામાં આવ્યું છે.

Petrol Price Today: સતત બીજા દિવસે ઓછા થયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજના ભાવ


સરકારના આ નિર્ણયથી શુગર કંપનીઓ, OMC's અને ઇથેલોન કંપનીઓને ખૂબ ફાયદો થશે. જે સરપ્લસ સ્ટોક સાથે ઇથેનોલના પ્રોડક્શનમાં વધારાથી ફાયદો ઉઠાવી શકે છે. આ ક્ષેત્રના પ્રમુખ્ય વ્યક્તિને ભારતમાં distilleries અને જલ સંસાધનોની ખોટના લીધે ઇથેનોલના તે સ્તરનું ઉત્પાદન કરવું એક પડકાર હશે. સરકારે આમ કરવા માટે ઘણા બધા infrastructure, ખાંડ અને અનાજ આધારિત distilleries નું નિર્માણ કરવું જોઇએ. 

Coronavirus New wave in India: ભારતમાં કોરોના વાયરસની નવી લહેર આખરે કેટલી ખતરનાક?


આ રીતે બને છે ઇથેનોલ (how ethanol is made)
ઇથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે, જેને પેટ્રોલમાં મીક્ષ કરીને ગાડીઓમાં ફ્યૂલની માફક ઉપયોગ કરી શકાય છે. ઇથેનોલનું ઉત્પાદન આમ તો મુખ્યરૂપથી શેરડીના પાકથી થાય છે, પરંતુ શર્કરાવાળી ઘણા બીજા પાકથી તેને તૈયાર કરવામાં આવી શકે છે. તેથી ખેતી અને પર્યાવરણ બંનેને ફાયદો થાય છે. ભારતની દ્રષ્ટિએ જોઇએ તો ઇથેનોલ ઉર્જા અક્ષત સ્ત્રોત (Renewable Source) સોર્સ છે, કારણ કે દેશમાં શેરડીના પાકની ખોટ વર્તાશે નહી.