સરકારી કર્મચારીઓની મિનિમમ બેસિક સેલેરી 18000થી વધી થઈ જશે 26000 રૂપિયા! સરકાર કરી શકે છે જાહેરાત
ફિટમેન્ટ ફેક્ટરમાં છેલ્લે વર્ષ 2016માં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં કર્મચારીઓનું બેસિક વેતન 6 હજાર રૂપિયાથી વધારી 18000 રૂપિયા કરવામાં આવ્યું હતું. ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત વધારાથી બેસિક વેતન 26000 રૂપિયા થઈ શકે છે.
Budget 2024: 23 જુલાઈ 2024ના નાણામંત્રી નિર્મલા સીતારમણ પૂર્ણ બજેટ રજૂ કરશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બદેટથી સરકારી કર્મચારીઓને ખુબ આશા છે. સરકારી કર્મચારી લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ કરી રહ્યાં છે. આ વખતે તેમાં વધારાની આશા છે કારણ કે તે આશા કરી રહ્યાં છે કે સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી શકે છે. જો તેમ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થઈ જશે. આવો જાણીએ શું છે ફિટમેન્ટ ફેક્ટર.
ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે?
ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓ માટે બેસિક સેલેરી નક્કી કરે છે. બેસિક સેલેરીના આધાર પર ભથ્થા પણ નક્કી થાય છે. બેસિક સેલેરી અને ભથ્થાને મેળવી જે પૈસા બને છે તે તમારો પગાર હોય છે. ફિટમેન્ટ ફેક્ટર બેસિક સેલેરી નક્કી કરવાનો આધાર છે.
ફિટમેન્ટ ફેક્ટર વધવાથી કેટલો વધશે પગાર
ફિટમેન્ટ ફેક્ટરને છેલ્લે 2016માં વધારવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓના મિનિમમ બેસિક વેતનને 6 હજાર રૂપિયાથી વધારી 18,000 રૂપિયા કરવામાં આવ્યું હતું. ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત વધારાથી મિનિમમ બેસિક સેલેરી 26,000 રૂપિયા થઈ શકે છે. વર્તમાનમાં મિનિમમ બેસિક સેલેરી 18000 રૂપિયા છે, જે વધી 26000 રૂપિયા થઈ જશે. એટલે કે બેસિક પગારમાં 8 હજારનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચોઃ ભૂલેચૂકે ન કરતા આ 6 ટ્રાન્ઝેક્શન, નહીં તો ઘરે આવી જશે આવકવેરા વિભાગની નોટિસ
ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ગણાથી વધારી 3.68 ગણું કરવું પડશે. કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની જાહેરાતથી તેના પગારમાં વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓનો પગાર સીધો 8 હજાર રૂપિયા વધી જશે. બેસિક વેતન વધવાથી તેની સાથે જોડાયેલા ભથ્થા જેમ કે મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્ટ વગેરે વધી જશે કારણ કે તે બેસિક સેલેરીના આધાર પર મળે છે.
આ ભથ્થામાં પણ થઈ શકે વધારો
જો બેસિક પગાર 18000 રૂપિયાથી વધારી 26 હજાર થાય તો મોંઘવારી ભથ્થું વધી જશે. મોંઘવારી ભથ્થું બેસિક વેતનના 50 ટકાની બરોબર છે. મોંઘવારી ભથ્થાની ગણતરી ડીએના દરને બેસિક પે સાથે ગુણાકાર કરી કાઢવામાં આવે છે. એટલે કે બેસિક વેતનમાં વધારો થવાથી ઓટોમેટિક મોંઘવારી ભથ્થામાં વધારો થઈ જશે.