નવી દિલ્હી: સરાકારી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની તરફથી વહેલી તકે રાહત મળી શકે છે. ફાઇનાન્સ મીનિસ્ટ્રી તરફથી આશા વ્યક્ત કરવામાં આવી છે, કે હાલના નાણાકીય વર્ષ ત્રણથી ચાર બેંક આરબીઆઇની ત્વરિત સુધારાત્મક કાર્યવાહી (PCA)ની નજર યાદી માંથી બહાર થઇ જશે. મંત્રાલયનું માનવું છે, કે દિશા-નિર્દેશોમાં જરૂરી બદલાવ અને સાર્વઝનિક ક્ષેત્રમાં બેંકોના નફામાં સુધારો આવવાની શક્યતાઓ છે. સૂત્રો દ્વારા આ અંગેની માહિતી મળી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 બેકોને પીસીએ અંતર્ગત રાખવામાં આવી છે. 
આરબીઆઇએ 21 સરકારી બેંકોમાંથી 11 બેકો પર ગાળીયો કસીને પીસીએ અંતર્ગત રાખવામાં આવી છે. આ નબળી બેંકો પર દેવું અને અન્ય અંકુ લગાવે છે. જેમાં અલ્હાબાદ બેંક, યુનાઈટેડ બેન્ક ઑફ ઇન્ડિયા, કૉર્પોરેશન બેંક, આઇડીબીઆઈ બેંક, યુકો બેન્ક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ભારતીય ઓવરસીઝ બેંક, ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ, ડૅન બેન્ક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ગત સપ્તાહમાં આરબીઆઇના કેન્દ્રીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.



બેંકોએ પહેલા ત્રણ માસ દરમિયાન 36,551 કરોડ રૂપિયાની વલૂલી કરી છે. જે પાછલા નાણાકીય વર્ષ કરતા 49 ટકા વધારે છે. તેમણે કહ્યું કે આ અવધિમાં બેંકોના પરિચાલન લાભ 11.5 ટાકા વધ્યો છે. જ્યારે ત્રણ માસને આધારે 73.5 ટકા ખોટ ઓછી જોવા મળી છે. 


(ઇનપુટ-એજન્સી)