બે દિવસ બાદ એટલે કે 1 એપ્રિલ 2023થી નવા નાણાકીય વર્ષની શરૂઆત તશે. તેની શરૂઆત સાથે જ યુપીઆઈ લેવડદેવડ પણ શું મોંઘુ થવાનું છે? મંગળવારે બહાર પડેલા એક રિપોર્ટમાં કહેવાયું હતું કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર PPI ચાર્જ લગાવવાની ભલામણ કરી છે. આ  ખબોર પર NPCI એ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે યુપીઆઈ ફ્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં જતાવાઈ હતી આશંકા
મંગળવારે એક રિપોર્ટ બહાર પડ્યો જેમાં આશંકા વ્યક્ત કરાઈ હતી કે NPCI એ પ્રીપેઈડ ઈન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લગાવવાની તૈયારી કરી છે. આ ચાર્જ 0.5-1.1 ટકા લગાવવાની ભલામણ કરવામાં આવી છે. સર્ક્યુલરમાં UPI દ્વારા 2000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા પ્રીપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ એટલે કે PPI લગાવવાનું સૂચન કરાયાનો ઉલ્લેખ કરાયો હતો. જે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન એટલે કે વેપારીઓએ પેમેન્ટ કરવું પડશે. 


NPCI એ રિલીઝમાં શું કહ્યું?
NPCI એ બુધવારે બહાર પાડેલી રિલીઝમાં કહ્યું છે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) ફ્રી...ફાસ્ટ... સુરક્ષિત અને નિર્બાધ છે. દર મહિને બેંક એકાઉન્ટનો ઉપયોગ કરનારા યૂઝર્સ અને વેપારીઓ માટે 8 અબજ રૂપિયાથી વધુની લેવડદેવડ બિલકુલ ફ્રી સંસાધિત કરવામાં આવે છે. NPCI તરફથી આ રિલીઝ એવા રિપોર્ટ્સ બાદ બહાર પાડવામાં આવી જેમાં જણાવાયું હતું કે UPI થી 2000 રૂપિયાથી વધુ મર્ચન્ટ પેમેન્ટ પર પ્રીપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ PPI ચાર્જ વસૂલવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. 


સોનું લેવાનું વિચારતા હોવ તો ફટાફટ દોડો....નહીં તો પસ્તાશો, જાણો 10 ગ્રામ સોનાનો રેટ


જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરતા હોવ તો સાવધાન! QR કોડ સ્કેન કરતા થઈ જાય છે ખાતું ખાલી!


દુર્લભ નજારો, ચંદ્ર પાસે 5 ગ્રહ એક લાઈનમાં જોવા મળ્યા, ખાસ જુઓ Video


ડિજિટલ પેમેન્ટ પર થશે અસર!
UPI થી થનારા પેમેન્ટનો 70 ટકા ભાગ 2000 રૂપિયાથી વધુના મૂલ્યનો હોય છે. જો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ચાર્જ લગાવતો તેનાથી ડિજિટલ મોડથી થનારા પેમેન્ટમાં ઘટાડો જોવા મળી શકે છે. NPCI ના સર્ક્યુલરમાં એવું પણ કહેવાયું હતું કે જો નિયમ 1 એપ્રિલથી લાગૂ થાય તો ત્યારબાદ તેની 30 સપ્ટેમ્બર 2023 પહેલા સમીક્ષા પણ કરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube