5 Planets Alignment: દુર્લભ નજારો, ચંદ્ર પાસે 5 ગ્રહ એક લાઈનમાં જોવા મળ્યા, ખાસ જુઓ Video

5 Planets Alignment: 28 માર્ચના રોજ સૂર્યાસ્ત બાદ આકાશમાં પાંચ ગ્રહો એક સાથે જોવા મળ્યા. જો પોતાનામાં જ એક અદભૂત ખગોળીય ઘટના છે. તે પણ તેને આકાશમાં નરી આંખે જોઈ શકો છો. આ અનોખા અને દુર્લભ નજારામાં મંગળવારે સાંજે 7.30 વાગ્યા બાદ આકાશમાં જોવા મળી. 

5 Planets Alignment: દુર્લભ નજારો, ચંદ્ર પાસે 5 ગ્રહ એક લાઈનમાં જોવા મળ્યા, ખાસ જુઓ Video

5 Planets Alignment: 24 માર્ચના રોજ આકાશમાં લોકોએ એક દુર્લભ નજારો જોયો હતો. જેમાં અર્ધચંદ્રમાની નીચે એક બિંદી જેવા આકારમાં ચમકતો ગ્રહ જોવા મળ્યો હતો. ચંદ્ર અને શુક્રનો આ દુર્લભ નજારો લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. હવે આવો જ જ એક અદભૂત નજારો જોવા મળ્યો, જ્યારે આકાશમાં એક સાથે લાઈનમાં 5 ગ્રહો જોવા મળ્યા. 

રાતે 8 વાગ્યા બાદ જોવા મળ્યો નજારો
28 માર્ચના રોજ સૂર્યાસ્ત બાદ આકાશમાં પાંચ ગ્રહો એક સાથે જોવા મળ્યા. જો પોતાનામાં જ એક અદભૂત ખગોળીય ઘટના છે. તે પણ તેને આકાશમાં નરી આંખે જોઈ શકો છો. આ અનોખા અને દુર્લભ નજારામાં મંગળવારે સાંજે 7.30 વાગ્યા બાદ આકાશમાં એક સાથે મંગળ (માર્સ), બુધ (મર્ક્યુરી), બૃહસ્પતિ (જ્યુપિટર), શુક્ર (વિનસ), અને અરુણ (યુરેનસ) ચંદ્રમા પાસે લાઈનમાં જોવા મળ્યા. 

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ મંગળવાર બાદ હવે આ ઘટના 2040માં જોવા મળશે. લોકોએ આ ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી. એક સાથે લાઈનબંધ પાંચ ગ્રહોની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. 

— Amitabh Bachchan (@SrBachchan) March 28, 2023

અમિતાભ બચ્ચને પણ શેર કર્યો વીડિયો
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. તેમણે ચંદ્રમાની પાસેથી ઝૂમ કરતા એક લાઈનમાં જોવા મળી રહેલા પાંચ ગ્રહોનો એક વીડિયો શેર કર્યો છે. સૂર્યાસ્ત બાદ આકાશમાં ધીરે ધીરે પાંચ ગ્રહો એક સાથે લાઈનમાં જોવા મળ્યા. આ નજારો 30 મિનિટ સુધી જોવા મળ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news