PM Awas Yojana: આજકાલ લોકોને ઘરનું ઘર વસાવવું ખૂબ મોંઘું પડી રહ્યું છે, જેણા કારણે સરકાર તેમને અલગ અલગ યોજનાઓ થકી મદદરૂપ બને છે. જો તમે પીએમ આવાસના લાભાર્થીઓ હોય તો આ અહેવાલ ખૂબ ધ્યાનથી વાંચજો. સરકારે પીએમ આવાસને લઈને એક મોટી જાહેરાત કરી નાંખી છે. સરકારની આ જાહેરાત બાદ તમને બધાને મોટો ફાયદો મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણને 2024 સુધી ચાલું રાખવાની મંજૂરી મળી ગઈ છે. આવો જાણીએ લેટેસ્ટ અપડેટ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત
ઉલ્લેખનીય છે કે સરકારે પીએમ આવાસ યોજના- ગ્રાણીણ હેઠળ 2.95 કરોડ પાક્કા મકાલ એલોર્ટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અત્યાર સુધી લગભગ 2 કરોડ પાક્કા આવાસ બનાવીને આપી પણ દેવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ એવા પરિવાર બાકી છે, જેમણે ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને 2024 સુધી ચાલું રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી લાખો ગ્રામીણોને મોટો ફાયદો થશે.


India Post યૂઝર્સ માટે ખુશખબરી! ટૂંક સમયમાં WhatsApp પર આવશે તેની બેંકિંગ સેવા! જાણો વિગતે


સરકારે આપી જાણકારી
સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ યોજનામાં કેન્દ્ર સરકારનો કુલ ખર્ચ 1,43,782 કરોડ રૂપિયા હશે અને તેમાંથી નાબાર્ડને લોનના વ્યાજના પેમેન્ટ માટે 18,676 કરોડ રૂપિયા સામેલ છે. જોકે, સરકાર આ યોજનાને ચાલું મોટા રાજ્યોને પણ 90 ટકા અને 10 ટકાના આધાર પર પેમેન્ટ કરે છે, જ્યારે બાકી કેન્દ્ર અને રાજ્યોને 60 ટકા અને 40 ટકા પેમેન્ટ થાય છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સરકાર 100 ટકા પૈસા ખર્ચ કરે છે.


Millionaire: બે રૂપિયાનો આ સિક્કો તમને બનાવી શકે છે માલામાલ! જાણો સરળ ટેકનીક


શૌચાલય બનાવવા માટે પણ મળે છે પૈસા
ઉલ્લેખનીય છે કે સરકાર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા આપે છે, જે ભવન નિર્માણ સિવાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ દરેક પરિવારને પાક્કુ મકાન, પાણી, વિજળી અને શૌચાલય ઉપલબ્ધ કરાવવાનો સરકારનો સંકલ્પ પુરો થઈ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube