India Post યૂઝર્સ માટે ખુશખબરી! ટૂંક સમયમાં WhatsApp પર આવશે તેની બેંકિંગ સેવા! જાણો વિગતે

વર્ષ 2018માં ઈન્ડિયા પોસ્ટ પમેન્ટ બેંકને લોન્ચ કરવામાં આવી હતી. આ પબ્લિક લિમિટેડ કંપની છે, જેમાં કેન્દ્ર સરકારનો 100 ટકા હિસ્સો છે. તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અન્ડર પેમેન્ટ બેંકની જેમ સેટઅપ કરવામાં આવ્યું.

India Post યૂઝર્સ માટે ખુશખબરી! ટૂંક સમયમાં WhatsApp પર આવશે તેની બેંકિંગ સેવા! જાણો વિગતે

નવી દિલ્હી: ભારત સરકાર India Post Payments Bank અને WhatsApp ની વચ્ચે ટાઈઅપ કરવાની તૈયારીમાં છે. તેનાથી યૂઝર્સને ઘણી બેકિંગ અને ફાઈનાશિય સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, સરકાર વોટ્સએપ મારફતે ગ્રાહકોને સારામાં સારી સર્વિસ આપવા માંગે છે.

તેને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. ડિજિટલાઈજેશનને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં ઈન્ડિયા પોસ્ટ અને વોટ્સએપની વચ્ચે ભાગેદારી થઈ શકે છે. આ પાર્ટનપશિપથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટકસ્ટર્સને સારામાં સારી સર્વિસ મળી શકશે.

આ સુવિધા જો ગ્રાહકોને મળશે તો તેમને બેસિક કામ માટે બ્રાંચ જવાની જરૂરિયાત રહેશે નહીં. રિપોર્ટમાં તે લોકોને હવાલો આપવામાં આવ્યો છે, જે આ પાર્ટનરશિપ વિશે વિગતવાર જાણે છે. તેનાથી યૂઝર્સને એકાઉન્ટ બેલેન્સ ચેક કરવાની સુવિધાથી લઈને નવું બેંક એકાઉન્ટ ખોલવા સુધીનો ઓપ્શન મળશે.

વર્ષ 2018માં ઈન્ડિયા પોસ્ટ પમેન્ટ બેંકને લોન્ચ કરવામાં આવી હતી. આ પબ્લિક લિમિટેડ કંપની છે, જેમાં કેન્દ્ર સરકારનો 100 ટકા હિસ્સો છે. તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અન્ડર પેમેન્ટ બેંકની જેમ સેટઅપ કરવામાં આવ્યું.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાયલોટ પ્રોજેક્ટને 60 દિવસ સુધી ચલાવવામાં આવશે. તેમાં IPPB સર્વિસની જેમ જ બેલેન્સ ચેક કરવું, નવું એકાઉન્ટ ઓપન કરવું, પિન કે પાસવર્ડ બનાવવો જેવા તમામ કામ થઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમાં સેલેક્ટેડ ગ્રાહકોને વધારે સર્વિસ મળશે.

આ સર્વિસમાં કેશવિડ્રો અને ડિપોઝિટ, આઘારથી આધાર ટ્રાન્સફર, પેન નંબર અપડેટ કરાવવો અને આધાર નંબર અને એકાઉન્ટને મેનેજ બેનિફિશિયરીને મેનેજ કરવું જેવા તમામ કામો થશે. અત્યારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કસ્ટમર્સ ઓનલાઈન સર્વિસ કે ડિજિટલ બેકિંગને IPPB વેબસાઈટ અથવા તો મોબાઈલ એપ મારફતે એક્સેસ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news