Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ
Government scheme: સરકાર મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. આ અંતર્ગત મહિલાઓને આર્થિક મદદ કરવામાં આવે છે. આવી જ એક યોજના મહિલાઓને 6 હજાર રૂપિયા આપે છે.
Matritva Vandana Yojana: સરકાર મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જે અંતર્ગત મહિલાઓને આર્થિક મદદ કરવામાં આવે છે. તેવી જ રીતે, આજે અમે એક યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના હેઠળ ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની મદદ આપવામાં આવે છે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા જ મહિલાઓને આપવામાં આવે છે. પરિવારના અન્ય કોઈ સભ્ય તેનો લાભ લઈ શકશે નહીં.
Bank Holidays: September માં આટલા દિવસ બંધ રહેશે બેંકો, જલદી ચેક કરી લો લિસ્ટ
Job In Foreign: વિદેશમાં નોકરી સાથે મળે છે તગડો પગાર, ધોરણ 12 પછી કરી લો આ 6 કોર્સ
WATCH: શિખર ધવનનો ખુલ્લેઆમ કોણે પકડી લીધો કોલર? આગની માફક વાયરલ થયો VIDEO
દેશભરમાં કુપોષિત બાળકોનો જન્મ થતો અટકાવવા માટે સરકારે માતૃત્વ વંદના યોજના શરૂ કરી છે. આ અંતર્ગત સરકાર તરફથી ગર્ભવતી મહિલાઓને આર્થિક મદદ આપવામાં આવે છે. સરકાર 6000 રૂપિયા આપે છે જેનો ઉપયોગ બાળકોની સંભાળ અને રોગોની રોકથામ માટે થાય છે. આ યોજના માટે ગર્ભવતી મહિલાઓની ઉંમર 19 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
દુર્ભાગ્ય દુર કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારે છે રાઈના આ ટોટકા, કરજથી પણ થશો મુક્ત
ભદ્રા કાળમાં ભૂલથી પણ વીરાને બાંધતા નહી રાખડી, પહેલાં જાણો તારીખ અને શુભ મુર્હુત
ત્રણ હપ્તામાં મળે છે રકમ
માતૃત્વ વંદના યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ઑફલાઇન અરજી કરવી પડશે. અરજી કર્યા પછી, આ રકમ ગર્ભવતી મહિલાઓને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. તે જ સમયે, સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં 1000 રૂપિયાનો છેલ્લો હપ્તો આપે છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં રૂ. 1000, બીજા તબક્કામાં રૂ. 2000 અને ત્રીજા તબક્કામાં રૂ. 2000 ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે.
શું તમે વિદેશમાં MBA ના ઊંચા ખર્ચથી ટેન્શનમાં છો, આ દેશો છે સૌથી સસ્તા
CRPF માં નોકરી મળે તો કેટલો મળે છે પગાર અને કઈ મળશે સુવિધાઓ? એકવાર ચેક કરી લેજો
IOCL માં 500 જગ્યાઓ માટે પડી ભરતી, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ હો તો તક ના ચૂકતા
સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે પૈસા
કેન્દ્ર સરકાર તરફથી મળતી રકમ ગર્ભવતી મહિલાઓના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમને તેની એપ્લિકેશનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે હેલ્પલાઈન નંબર 7998799804 પર કૉલ કરી શકો છો. અહીં તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
નખ ચાવવાની Bad Habit હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ નુકસાન
અહીં પુરુષો જીભથી ચાટીને સ્ત્રીઓના કરે છે સેન્ડલ સાફ, મહારાણીનું ચાલે છે શાસન!
કેવી રીતે કરી શકો છો અરજી
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર જઈ શકો છો. અહીં તમે યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તમે અહીંથી ફોર્મ ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો અને તેને સંબંધિત ઓફિસમાં સબમિટ કરી શકો છો.
150 નહેરો વચ્ચે 118 ટાપુઓ, 400 પુલ... આવું છે વિશ્વનું સૌથી સુંદર શહેર!
ભાઇને કરોડપતિ બનાવી દેશે રક્ષાબંધનનો આ ઉપાય, બહેનને કરવું પડશે આ એક કામ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube