World Kingdom: અહીં પુરુષો જીભથી ચાટીને સ્ત્રીઓના કરે છે સેન્ડલ સાફ, મહારાણીનું ચાલે છે શાસન!

Other World Kingdom: વિશ્વના મોટાભાગના દેશોમાં પુરુષોનું શાસન છે. 21મી સદીમાં પણ મહિલાઓ ગુલામી સહન કરવા મજબૂર છે. જો કે બદલાતા સમય સાથે લોકોની વિચારસરણીમાં ચોક્કસ બદલાવ આવ્યો છે. હવે મહિલાઓ અને પુરૂષો સાથે મળીને કદમથી ચાલી રહ્યા છે.

World Kingdom: અહીં પુરુષો જીભથી ચાટીને સ્ત્રીઓના કરે છે સેન્ડલ સાફ, મહારાણીનું ચાલે છે શાસન!

Queen Patricia: 21મી સદીમાં પણ ઘણા દેશોમાં મહિલાઓને ગુલામ બનીને જીવવું પડે છે. પરંતુ વિશ્વમાં એક એવો દેશ છે, જ્યાં મહિલાઓનું શાસન છે. સ્ત્રીઓ પુરુષોને ગુલામ બનાવી રાખે છે. અહીં પુરૂષો સાથે જાનવરોની જેમ વ્યવહાર કરવામાં આવે છે.

વિશ્વના મોટાભાગના દેશોમાં પુરુષોનું શાસન છે. 21મી સદીમાં પણ મહિલાઓ ગુલામી સહન કરવા મજબૂર છે. જો કે બદલાતા સમય સાથે લોકોની વિચારસરણીમાં ચોક્કસ બદલાવ આવ્યો છે. હવે મહિલાઓ અને પુરૂષો સાથે મળીને કદમથી ચાલી રહ્યા છે. ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ પુરૂષો કરતા એક ડગલું આગળ છે. પણ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં સ્ત્રીઓનું રાજ ચાલે છે. સ્ત્રીઓ પુરુષોને ગુલામ બનાવી રાખે છે. અહીં પુરૂષો સાથે પ્રાણીઓની જેમ વ્યવહાર કરવામાં આવે છે. તે મહિલાઓના સેન્ડલને પોતાની જીભથી ચાટીને પણ સાફ કરે છે.

'વુમન ઓવર મેન' સૂત્ર ધરાવતો આ દેશ દુનિયામાં સૌથી વધુ વિકસિત માનવામાં આવે છે. તેનું નામ 'અધર વર્લ્ડ કિંગડમ' છે. અહીંનું શાસન મહિલાઓના હાથમાં છે વર્ષ 1996માં ચેક રિપબ્લિકથી અલગ થઈને આ દેશની રચના થઈ હતી. તેની રાણી પણ એક મહિલા છે અને તેનું નામ પેટ્રિશિયા-1 છે, જેનો એક જ નિયમ ચાલે છે. તેનું પોતાનું ચલણ, પોલીસ ફોર્સ અને પાસપોર્ટ છે. જો કે, અત્યાર સુધી વિશ્વના અન્ય કોઈ દેશે તેને દેશનો દરજ્જો આપ્યો નથી. અહીં મૂળ નાગરિકો માત્ર મહિલાઓ છે. પુરૂષોને નાગરિકતા પણ આપવામાં આવી નથી.

'અધર વર્લ્ડ કિંગડમ'ના નિયમો અલગ 
'અધર વર્લ્ડ કિંગડમ'ના નિયમો પણ અન્ય દેશો કરતા અલગ છે. કહેવાય છે કે જો કોઈને નાગરિકતા જોઈએ છે તો તેણે ઓછામાં ઓછા 5 દિવસ રાણીના મહેલમાં ગુલામ તરીકે રહેવું પડશે. તેણે રાણીના દરેક આદેશનું પાલન કરવું પડશે. જો કોઈ બીજા દેશમાંથી આવે તો તેણે રાણી માટે સોફા બનાવવો પડે છે. જો તમારે દારૂ પીવો હોય તો પહેલા તે દારૂ માલકિનના પગ પર રેડવામાં આવશે, તો જ ગુલામ માણસ તે પી શકશે. અહીંની રાણીને દરેક નિયમ અને કાયદો બનાવવાનો અધિકાર છે.

ઓછામાં ઓછો એક પુરુષ નોકર રાખો
ક્વીન પેટ્રિશિયા-1એ આ દેશની નાગરિકતા મેળવતી મહિલાઓ માટે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમ કે તેમની પાસે ઓછામાં ઓછો એક પુરુષ નોકર હોવો જોઈએ. મહિલાએ ઓછામાં ઓછા પાંચ દિવસ રાણીના મહેલમાં વિતાવવા પડશે. અહીં આ દેશના તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. જે મહિલાઓ તેની નાગરિકતા મેળવે છે તે 7.4 એકર જમીન પર બનેલા દેશમાં ગમે ત્યાં જઈ શકશે. દેશમાં 250-મીટરનો અંડાકાર ટ્રેક, એક નાનું તળાવ અને ઘાસના મેદાનો છે. ઘણી ઇમારતો પણ બનાવવામાં આવી છે. અહીં એક સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ અને વાન્ડા નાઇટક્લબ પણ છે. પરંતુ કેદીઓને રાખવા માટે અંધારકોટડી, ટોર્ચર હાઉસ પણ બનાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news