નવી દિલ્હી: નોકરીયાતો માટે જરૂરી સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ગ્રેચ્યુઈટીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે, કર્મચારીઓને વર્ષના 15 દિવસના પગાર બરોબર જ ગ્રેચ્યુઇટી મળશે, તેનાથી વધારી 30 દિવસ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય મંત્રીએ આપ્યો જવાબ
રાજ્યસભામાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી તેલીને આ સવાલ પૂછવામાં આવ્યો કે સાર્વજનિક ક્ષેત્રના ખાનગી અને સંવિદા શ્રમિકો, જેમને પાંચ વર્ષથી ઓછું કામ કર્યું છે તેમના માટે ગ્રેચ્યુઇટી યોજના લાગુ કરવામાં આવશે કે નહીં? તેના પર રાજ્ય મંત્રીએ કહ્યું કે, સામાજિક સુરક્ષા સંહિતા, 2020 અંતર્ગત કોઈ કર્મચારીની નોકરી પૂર્ણ થયા પર, મૃત્યુ અથવા અપંગતા અથવા નિશ્ચિત સમયના રોજગારની સમાપ્તિ અથવા કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત એવી કોઈ ઘટનાના કારણે થયા છે, તો ગ્રેચ્યુઈટી માટે 5 વર્ષની નિરંતર સેવા પૂરી કરવાની જરૂરિયાત નથી. પરંતુ હજુ સુધી સામાજિક સુરક્ષા સંહિતા લાગુ થઈ નથી.


સસ્તું મળશે ગોલ્ડ! આગામી સમયમાં ભાવમાં થશે મોટો ઘટાડો, જાણો એવું તો શું છે કારણ


શું છે ગ્રેચ્યુઇટી અને કેવી હોય છે તેની ગણતરી
તમને જણાવી દઈએ કે, ગ્રેચ્યુઇટી એક એવી બેનિફિટ્સ છે જે Payment of Gratuity Act 1972 હેઠળ કર્મચારીઓને મળે છે. આ સેલેરીનો તે ભાગ છે, જે કંપની અથવા નિયોક્તા તેમના કર્મચારીને તેની વર્ષોની સેવાઓના બદલામાં આવે છે. ગ્રેચ્યુઇટી નોકરી છોડવા અથવા પૂર્ણ થવા પર કંપની તરફથી કર્મચારીને આપવામાં આવે છે. ગ્રચ્યુઈટીનું કેલક્યુલેશન સેવા વર્ષ X છેલ્લો પગાર  15/26 ના ફોર્મ્યુલાના આધાર પર થાય છે. જેમ કે કોઈ કર્મચારીએ 30 વર્ષ નોકરી કરી છે અને તેનો છેલ્લો પગાર 30 હજાર રૂપિયા હતો તો તેને 30x30000x15/26= 519,230.7692 રૂપિયા ગ્રેચ્યુઇટીની રકમ મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube