નવી દિલ્હી: સરકારે ન્યૂઝ એગ્રીગેટર્સ (news aggregators) અને ન્યૂઝ એજન્સીઝ (news agencies)ને ડિજિટલ મીડિયામાં 26% વિદેશી રોકાણ (FDI) ના નિયમોનું પાલન કરવાનો આદેશ કર્યો છે. જાહેર કરવામાં આવેલા નિયમોના અનુસાર કંપનીના સીઇઓ એક ભારતીય હોવા જોઇએ, અને તમામ વિદેશી કર્મચારીજે 60 દિવસથી વધુ કામ કરી રહ્યા છે, તેમને સિક્યોરિટી ક્લીયરન્સ લેવું પડશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

26% એફડીઆઇના નિયમથી ચીન અને બીજી વિદેશી કંપનીઓ પર લગામ કસવામાં આવશે જે ભારતના ડિજિટલ મીડિયામાં રોકાણ કરી શકે છે. Daily Hunt, Hello, US News, Opera News, Newsdog જેવી ઘણી ચીની અને વિદેશી કંપની અત્યારે દેશમાં કામ કરી રહી છે. તે ભારતના હિતોને ઇજા પહોંચાડે છે અને 2016ના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની માફક ભારતમાં પણ અસર નાખે છે. 


ઓગસ્ટ 2019માં કેબિનેટ ડિજિટલ મીડિયામાં 26% એફડીઆઇને મંજૂરી આપી હતી. Department for Promotion of Industry and Internal Trade (DPIIT)ના નવા આદેશ અનુસાર હવે આ તમામ કંપનીઓને એક વર્ષની અંદર કેન્દ્ર સરકારની મંજૂરી લઇને 26 ટકા વિદેશી રોકાણ કેપનું પાલન કરવું પડશે. તમામ ડિજિટલ મીડિયા ન્યૂઝ સંસ્થાઓને શેરહોલ્ડિંગ જરૂરિયાતોને પુરી કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે. 
 
DPIIT નું કહેવું છે કે અમે સ્ટેકહોલ્ડર્સની તરફ આ નિર્ણય પર કેટલીક સ્પષ્ટતા માંગવામાં આવી હતી.આ પ્રશ્નો પર વિચાર વિમર્શ બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે 26% વિદેશી રોકાણનો નિર્ણય કેટલીક કંપનીઓ પર લાગૂ થશે જે ભારતમાં રજિસ્ટર્ડ છે અને હાજર છે. 


આ નિયમ આત્મ નિર્ભર ભારત અને જવાબદાર ડિજિટલ ન્યૂઝ મીદિયાનું એક ઇકોસિસ્ટમ તૈયાર કરવાના હેતુંથી લાવવામાં આવ્યું છે. કંપનીઓને કેટલીક શરતોનું પાલન કરવું પડશે, જેમ કે કંપનીઓના બોર્ડમાં મોટાભાગના ડાયરેક્ટર્સ ભારતીય હોવા જોઇએ. કંપનીના સીઇઓ પણ એક ભારતીય જ હોવા જોઇએ. આ ઉપરાંત કંપનીમાં તે તમામ વિદેશી કર્મચારીઓને સરકાર પાસેથી ક્લીયરન્સ લેવું પડશે જે વર્ષમાં 60 દિવસથી વધુ કામ કરી રહ્યા છે. સરકારના આ પગલાંથી ડિજિટલ મીડિયા પર ફેક ન્યૂઝના વરસાદ પર લગામ લાગશે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube