LPG Latest Update: મોંઘવારીના માર વચ્ચે પીસાતી જનતા પર હવે બોજ વધતો જઈ રહ્યો છે, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મોંઘવારી વચ્ચે સરકારે એક મોટી જાહેરાત કરી છે. જે મહંદઅંશે જનતાની મુશ્કેલીઓ હળવી કરી શકે છે. સરકારે દરેક ઘર એટલે કે દરેક પરિવારને વર્ષે 3 ગેસ સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કર્યો છે. સાંભળીને ચોંકી ગયાને... પરંતુ વાત બિલકુલ સાચી છે. સરકારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે લોકોને તેનો લાભ મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, પ્રથમ કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેતા ગોવા સરકારે તેના ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જનતાને એક વચન આપ્યું છે. જેમાં રાજ્યના દરેક પરિવારને ત્રણ LPG સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેબિનેટની બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી.


KK Death: 'રાંડ્યા પછી ડાહપણ' શું કામનું? કેકેના નિધન બાદ મશહૂર સિંગરે જણાવી અંદરની વાત! શો જ કરવા નહોતો માંગતો કેકે, પરંતુ...


મોટી જાહેરાત
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સોમવારે સાંજે એક ટ્વીટમાં આ અંગેની ખુશખબરી લોકોને આપી છે. તેમણે જણાવ્યું છે કે, કેબિનેટે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ નવા નાણાકીય વર્ષથી ત્રણ સિલિન્ડર મફતમાં આપવાની યોજના તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો પાર્ટી એટલે કે ભાજપ સત્તામાં આવશે તો રાજ્યના દરેક પરિવારને દર વર્ષે ત્રણ એલપીજી સિલિન્ડર મફતમાં આપશે.


સીએમે વિપક્ષને આપ્યો જવાબ
ત્યારબાદ ગોવાના સીએમ પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે વર્તમાન કાર્યકાળ દરમિયાન આયર્ન ખનનનું ખાણકામ ફરી શરૂ કરવું અને રોજગારીની તકો ઉભી કરવાનું તેમની સરકારમાં પ્રથમ પ્રાથમિકતાઓ છે. જ્યારે તેમના વિરોધીઓએ તેમને આકસ્મિક મુખ્યમંત્રી તરીકે વર્ણવ્યા, ત્યારે સાવંતે કહ્યું કે આ વખતે તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા છે, તેઓ પસંદગી થયેલા નથી.


ઉલ્લેખનીય છે કે, પ્રમોદ સાવંતે 2019માં તત્કાલીન મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ રાજ્યના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો. હાલમાં પુરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ 40 સભ્યોવાળા સદનમાં 20 સીટો જીતી. ભાજપે ગોવામાં આ ચૂંટણી સાવંતના નેતૃત્વમાં જ લડી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube