નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલ માટે ગ્રાહકોને આગામી 5 વર્ષ સુધી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. જોકે સરકાર ઓઇલ છુટક ભાવ પર પ્રિમિયમને લઇને ઓઇલ કંપનીઓની માંગ પર વિચાર કરી રહી છે. ન્યૂઝ એજન્સી આઇએએનએસના અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલિય મંત્રાલયમાંથી વાહન ઇંઘણોના ભાવ વધારવાની ''પ્રીમિયમ યોજના''નું સમર્થન કરવાની અપીલ કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hot Water Bath: ગરમ પાણી વડે નહાવું પડી શકે છે ભારે, જાણો શું છે ખતરો


જો સરકાર આ પ્રસ્તાવને સ્વિકાર કરશે તો ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ખુદરા ભાવ પર ક્રમશ: 80 પૈસા અને 1.50 રૂપિયા પ્રતિ લીટરના અનુસાર પ્રીમિયમ આગામી 5 વર્ષ ચુકવવા પડશે. સ્પષ્ટ વાત એ છે કે સામાન્ય લોકો માટે એક ઝટકો હોઇ શકે છે. 

નવા વર્ષમાં મોંઘી પડશે ક્રેડિટ કાર્ડ વડે ખરીદી, વધી શકે છે વ્યાજ દર


જોકે ઓઇલ કંપનીઓ બીએસ-સ્ટેજ-6ના ઇંઘણ બનાવવા માટે પોતાના રિફાઇનરીને અપગ્રેડ કરવામાં થનાર રોકાણનો એક ભાગ પ્રાપ્ત કરવા માંગે છે. તમને જણાવી દઇએ કે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો અથવા વધારો કરે છે. 


જો પ્રીમિયમ ચાર્જને મંજૂરી મળે છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ જશે. આ વધારાના લીધે મોંઘવારી પણ વધવાની આશંકા હશે. જોકે સરકાર દ્વારા પ્રીમિયમ ચાર્જને લઇને અત્યારે સત્તાવાર રીતે કંઇપણ કહેવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube