'મારી દીકરી દર ત્રીજા છોકરાને...' ઈબ્રાહિમ અલી સાથે પલકના અફેર અંગે શ્વેતા તિવારીનો મોટો ખુલાસો

Shweta Tiwari on Pakak Ibrahim Affair: પલક તિવારી અને ઈબ્રાહિમ અલીના અફેરના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. હવે શ્વેતા તિવારીએ તેમના અફેર અંગે મૌન તોડ્યું છે. આ સંબંધ પર પડદો ઉઠાવતા અભિનેત્રીએ એવી વાત કહી કે તેનું નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

'મારી દીકરી દર ત્રીજા છોકરાને...' ઈબ્રાહિમ અલી સાથે પલકના અફેર અંગે શ્વેતા તિવારીનો મોટો ખુલાસો

Shweta Tiwari on Pakak Ibrahim Affair: શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી અને સૈફના પુત્ર ઈબ્રાહિમ અલી વચ્ચેના અફેરના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. આ બન્ને ઘણી વખત રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા અને હાલમાં જ તેઓ સાથે વેકેશન પર જતા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે શ્વેતા તિવારીએ અફેરના સમાચાર અંગે મૌન તોડ્યું છે. શ્વેતાએ કહ્યું કે, મારી દીકરી દર ત્રીજા છોકરાને ડેટ કરે છે. અભિનેત્રીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યું છે.

દરેક ત્રીજા છોકરા સાથે...
પલક તિવારી અને ઈબ્રાહિમ અલીના સામે આવેલા વીડિયોમાં જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે. જો કે, બન્નેના અફેરના સમાચારોને અવગણીને બન્ને પોતાને સારા મિત્રો કહે છે. આવી સ્થિતિમાં જ્યારે શ્વેતા તિવારીને તેમના સંબંધો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેનો જવાબ આશ્ચર્યજનક હતો. એક્ટ્રેસે સ્ક્રીનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'આ અફવાઓ મને કોઈ રીતે અસર કરતી નથી. એક વાત મેં વર્ષોથી નોટિસ કરી છે કે લોકોની યાદશક્તિ માત્ર 4 કલાક સુધી જ રહે છે. તે લોકો સમાચારોને 4 કલાક પછી ભૂલી જાય છે, તો શા માટે પરેશાન થવું?

હવે કોઈથી ફર્ક નથી પડતો
શ્વેતા તિવારીએ વધુમાં કહ્યું કે, 'જ્યાં સુધી વાત અફવાઓની તો... મારી દીકરી દર ત્રીજા છોકરાને ડેટ કરે છે અને હું દર વર્ષે લગ્ન કરવાની હોવ છું. ઈન્ટરનેટનું માનીએ તો મેં ત્રીજી વખત લગ્ન કરી લીધા છે. આ વસ્તુઓ હવે મારા પર કોઈ અસર કરતી નથી. પહેલા આ બધા અસરકારક હતા કારણ કે તે સમયે વધારે ઈન્ટરનેટ નહોતું. કેટલાક લોકો સ્ટાર્સ વિશે માત્ર નેગેટિવ વાતો જ લખતા હતા. પરંતુ હવે દરેક વસ્તુ સાથે ડીલ કર્યા પછી મારા પર કોઈપણ વસ્તુનો કોઈ ફર્ક પડતો નથી.'

2022માં પહેલીવાર અફેરના સમાચાર સામે આવ્યા હતા
પલક અને ઈબ્રાહિમની ઉંમર સરખી છે. આ બન્ને વચ્ચે એક વર્ષનો તફાવત છે. પલક 24 વર્ષની છે, જ્યારે ઈબ્રાહિમ 23 વર્ષનો છે. આ બન્ને વચ્ચેના અફેરના સમાચાર પહેલીવાર 2022માં આવ્યા હતા. જ્યારે બન્ને એક સાથે મુંબઈમાં યોજાયેલ કોન્સર્ટમાંથી બહાર નિકળતા જોવા મળ્યા હતા. જ્યારબાદ તેમના અફેરના સમાચારે જોર પકડ્યું હતું. જો કે, પલક તિવારીએ સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યુમાં ઈબ્રાહિમને પોતાનો સારો મિત્ર બતાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news