નોકરીમાંથી કાઢી મુકવામાં આવે તો ચિંતા ન કરતા, સરકાર તમારા માટે લાવી આ યોજના
કોરોના વાયરસ મહામારી (COVID-19 Pandemic) અને લોકડાઉન (Lockdown)ની વચ્ચે ઘણી કંપનીઓ બંધ થઇ રહી છે. બિઝનેસ ઓછો થવા અને કારોબાર નહીં થવાના કારણે કમર્ચારીઓની નોકરી જવાનો ખતરો દેખાઇ રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકાર તમારા માટે એક મોટી રાહત લઇને આવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલય (Labour Ministry)એ જાહેરાત કરી છે કે, જો આ વર્ષ માર્ચથી લઇને ડિસેમ્બર (March-December 2020)ની વચ્ચે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની નોકરી ગઇ, તો સરકાર બેરોજગારી ભથ્થું (Unemployment Benefit) આપશે.
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી (COVID-19 Pandemic) અને લોકડાઉન (Lockdown)ની વચ્ચે ઘણી કંપનીઓ બંધ થઇ રહી છે. બિઝનેસ ઓછો થવા અને કારોબાર નહીં થવાના કારણે કમર્ચારીઓની નોકરી જવાનો ખતરો દેખાઇ રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકાર તમારા માટે એક મોટી રાહત લઇને આવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલય (Labour Ministry)એ જાહેરાત કરી છે કે, જો આ વર્ષ માર્ચથી લઇને ડિસેમ્બર (March-December 2020)ની વચ્ચે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની નોકરી ગઇ, તો સરકાર બેરોજગારી ભથ્થું (Unemployment Benefit) આપશે.
આ પણ વાંચો:- જો તમે આ Railway Station પર જવાના છો તો થઇ જાઓ સાવધાન
ESIC કર્મચારીઓ માટે નવા નિયમ થઇ ગયા લાગુ
કેન્દ્રીય શ્રમ મંત્રાલય તરફથી જારી આદેશ અનુસાર જે લોકોની પાસે વર્કર્સ એમ્પ્લોયર સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) કાર્ડ છે, તે તમામ આ બેરોજગારી ભથ્થાના હકદાર રહશે. એટલે કે એવી કંપનીઓ, જે વર્કર્સ એમ્પલોયર સ્ટેટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (ESIC) અંતર્ગત રજિસ્ટર્ડ છે. તના કર્મચારીઓ આ લાભ ઉઠાવી શકે છે. સરકારનું કહેવું છે કે, અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (Atal Bimit Vyakti Kalyan Yojna) અંતર્ગત નોકરી ગુમાવનાર કર્મચારીઓને ભથ્થું આપવામાં આવશે.
આ પણ વાંચો:- ગોલ્ડ ખરીદવાનો 'ગોલ્ડન' ચાન્સ! જાણો કેટલો થયો ઘટાડો
ત્રણ મહિના સુધી મળતું રહેશે ભથ્થું
પ્રાપ્ત જાણકારી અનુસાર બેરોજગાર થવા પર મોટાભાગના 90 દિવસ (ત્રણ મહિના) સુધી ભથ્થું મળતું રહેશે. અરજદાર તેમના વર્તમાન સરેરાશ પગારના 50 ટકા ક્લેમ કરી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તેનો ફાયદો માત્ર તે વર્કર્સને મળશે જે ESI સ્કીમની સાથે ઓછામાં ઓછા બે વર્ષથી જોડાયેલા છે.
આ પણ વાંચો:- હવે IRCTCમા પોતાની ભાગીદારી વેચશે મોદી સરકાર! શરૂ થઈ તૈયારી
આવેદન માટે કંપનીમાં જવાની પણ નથી જરૂરીયાત
નવા નિયમ અંતર્ગત બેરોજગાર થનાર કર્મચારીઓને ભથ્થું લેવા માટે તેમની કંપનીમાં જવાની જરૂરિયાત નથી. અરજદાર સીધા ESICની ઓફિસ (ESIC Branch Office)માં જઇ આ ભથ્થાની માંગ કરી શકે છે. સરકાર તરફથી મળતું ભથ્થું સીધું અરજદારના બેંક ખાતામાં જમા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર