લોકોને મળશે રાહત, હવે સસ્તી કિંમતમાં સરકાર વેચશે ચોખા, જાણો શું હશે રેટ, કયાંથી મળશે?
Bharat Rice Price- જે ક્વોલિટીના ચોખા સરકાર ભારત બ્રાન્ડ હેઠળ વેચશે. તે બજારમાં મળનાર ચોખાથી 16 રૂપિયા પ્રતિ કિલો સસ્તા હશે. ભારત ચોખાનું વેચાણ આગામી સપ્તાહથી શરૂ થશે.
નવી દિલ્હીઃ Bharat Brand Rice : કેન્દ્ર સરકારે સસ્તા લોટ અને દાળ બાદ હવે સસ્તા ભાવમાં ચોખાનું વિચાણ કરશે. આ ચોખા લોટ અને દાળની જેમ ભારત ચોખાના નામે વેચવામાં આવશે. સરકારે ચોખાની વધતી કિંમતોને નિયંત્રિત કરવા આ પગલું ભર્યું છે. સાથે સરકારે ચોખા કારોબારીઓને દર શુક્રવારે સ્ટોકનો ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારચ ચોખાનું વેચાણ આગામી સપ્તાહે શરૂ થશે. સરકાર પહેલાથી ભારત લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ભારત દાળ (ચણા દાળ) 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચી રહી છે.
કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ જણાવ્યું કે વિવિધ પ્રકારના ચોખાની નિકાસ પર પ્રતિબંધ છતાં છેલ્લા એક વર્ષમાં ચોખાની રીટેલ અને જથ્થાબંધ કિંમતોમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. તેથી ચોખાની કિંમતોને નિયંત્રિત કરવા માટે સરકારે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED)અને નેશનલ કોઓપરેટિવ કંઝ્યૂમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF)ના માધ્યમથી રીટેલ બજારમાં ભારત ચોખા વેચવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને આ ચોખા 29 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચવામાં આવશે. નાફેડ અને NCCF ની સાથે સસ્તા ચોખા કેન્દ્રીય ભંડારના રિટેલ સેન્ટર્સની સાથે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર મળશે.
આ પણ વાંચોઃ 5 ફેબ્રુઆરીએ ઓપન થશે પાર્ક હોટલ્સનો IPO,ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીના સંકેત
5 તથા 10 કિલોના પેકમાં મળશે સસ્તા ચોખા
ખાદ્ય સચિવ ચોપડાએ કહ્યું કે ભારત ચોખા આવતા સપ્તાહથી વેચાશે. તેને 50 કિલો અને 10 કિલોના પેકમાં બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સરકારે રીટેલ બજારમાં વેચાણ માટે 5 લાખ ટન ચોખા ફાળવ્યા છે. ચોખા નિકાસ પર પ્રતિબંધ હટાવવાને લઈને ચોપડાએ કહ્યું કે સરકારની ચોખા નિકાસ પર પ્રતિબંધ જલ્દી હટાવવાની કોઈ યોજના નથી. કિંમતોમાં ઘટાડા સુધી પ્રતિબંધ યથાવત રહેશે.
કારોબારીઓએ કરવો પડશે સ્ટોકનો ખુલાસો
સરકારે ચોખાની કિંમતોને નિયંત્રિત કરવા માટે વધુ એક પગલું ભર્યું છે. ચોપડાએ કહ્યું કે મંત્રાલયે આદેશ જાહેર કરી રીટેલ વિક્રેતાઓ, જથ્થાબંધ વિક્રેતાઓ અને પ્રોસેસરોને દર શુક્રવારે પોતાના પોર્ટલ પર ચોખાના સ્ટોકનો ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે.