5 ફેબ્રુઆરીએ ઓપન થશે પાર્ક હોટલ્સનો IPO,ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીના સંકેત, જાણો વિગત

IPO 5 ફેબ્રુઆરીએ ખુલશે અને 7 ફેબ્રુઆરીએ બંધ થશે. આ IPO ની કિંમત 920 કરોડ રૂપિયા છે. આમાં રૂ. 600 કરોડના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે અને રૂ. 320 કરોડની કિંમતની ઓફર ફોર સેલ (OFS) પણ હશે.
 

5 ફેબ્રુઆરીએ ઓપન થશે પાર્ક હોટલ્સનો IPO,ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીના સંકેત, જાણો વિગત

નવી દિલ્હીઃ એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ્સ લિમિટેડનો આઈપીઓ આગામી સપ્તાહ એટલે કે 5 ફેબ્રુઆરીએ ઓપન થશે. રિટેલ ઈન્વેસ્ટરો તે માટે 7 ફેબ્રુઆરી સુધી બોલી લગાવી શકશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ ₹147-₹155 પ્રતિ શેર રાખવામાં આવી છે. આ ઈશ્યૂ દ્વારા કંપની 920 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. તેમાં કંપની 600 કરોડના નવા શેર જારી કરશે, જ્યારે બાકી 360 કરોડના શેર કંપનીના પ્રમોટર્સ વેચશે. 

IPO દ્વારા ભેગા કરવામાં આવેલા પૈસાનો ઉપયોગ કંપની પોતાની જૂની લોન ચુકવવા અને કોર્પોરેટ ઈદ્દેશ્ય માટે કરશે. કંપનીના શેર 12 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)પર લિસ્ટ થશે.

મિનિમમ ₹14,880 કરી શકો છો ઈન્વેસ્ટ
આ આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરે મિનિમમ એક લોટ એટલે કે 96 શેર માટે અરજી કરવી પડશે. જો તમે આઈપીઓની અપર પ્રાઇઝ બેન્ડ 155 રૂપિયા પ્રમાણે 1 લોટ માટે અરજી કરો છો તો તમારે ₹14,880 લગાવવા પડશે. રિટેલ ઈન્વેસ્ટર મેક્સિમમ 13 લોટ એટલે કે 1248 શેર માટે બિડિંગ કરી શકે છે, તે માટે ₹193,440 ઈન્વેસ્ટ કરવા પડશે. 

શું ચાલી રહ્યો છે જીએમપી
કંપનીના શેર ગ્રે માર્કેટમાં 70 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે. એટલે કે ઈન્વેસ્ટરોને 155 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પ્રમાણે પ્રતિ શેર 70 રૂપિયાનો ફાયદો થઈ શકે છે. 

10% ભાગ રિટેલ ઈન્વેસ્ટર્સ માટે રિઝર્સ
એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ્સનો ઈશ્યૂના 75% ભાગ ક્વોલિફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)માટે રિઝર્વ રાખ્યો છે. આ સિવાય 10 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ અને બાકી 15 ટકા નોન-ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (NII)માટે રિઝર્વ છે.

1987માં શરૂ થઈ હતી કંપની
1987માં સ્થાપિત થયેલી એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ્સ લિમિટેડ અબ ધ પાર્ક, ધ પાર્ક કલેક્શન, ઝોન બાય ધ પાર્ક, ઝોન કનેક્ટ બાય ધ પાર્ક અને સ્ટોપ બાય બ્રાન્ડ નામથી 27 હોટલોની સાથે હોસ્પિટલેલિટી બિઝનેસ કરી રહી છે. આ હોટલ કોલકત્તા, નવી દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલોર, મુંબઈ જેવા મોટા શહેરોમાં છે. 

કંપની તેની રિટેલ બ્રાન્ડ 'ફ્લરીઝ' દ્વારા રિટેલ ફૂડ અને બેવરેજ બિઝનેસમાં પણ છે. 31 માર્ચ, 2023 સુધીમાં, કંપની 80 રેસ્ટોરાં, નાઇટ ક્લબ અને બાર ચલાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news