વીજળીના બિલથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છો, તો સરકારની આ સ્કિમ તમારી સમસ્યાને કરશે દૂર
વીજળીના બિલથી સામાન્ય લોકોના બજેટ પર અસર પડતી હોય છે. ઘણા લોકો પોતાના ઘરોમાં AC જેવા ઉપકરણો લગાવવા માગતા હોય છે, પરંતુ વીજળીનું બિલ વધવાના ડરને કારણે તેઓ આવા ઉપકરણો લગાવતા નથી. પણ શું તમે વીજળીના બિલથી છુટકારો મેળવવા માગો છો. જો હા હોય તો ભારત સરકાર સોલાર રૂફટોપ નામની સ્કિમ લોન્ચ કરી છે.
વીજળીના બિલથી સામાન્ય લોકોના બજેટ પર અસર પડતી હોય છે. ઘણા લોકો પોતાના ઘરોમાં AC જેવા ઉપકરણો લગાવવા માગતા હોય છે, પરંતુ વીજળીનું બિલ વધવાના ડરને કારણે તેઓ આવા ઉપકરણો લગાવતા નથી. પણ શું તમે વીજળીના બિલથી છુટકારો મેળવવા માગો છો. જો હા હોય તો ભારત સરકાર સોલાર રૂફટોપ નામની સ્કિમ લોન્ચ કરી છે. આ યોજના લોકો માટે ઘણી બધી બાબતોમાં ફાયદાકારક છે. આવો જાણીએ આ સ્કિમ વિશે વધુ માહિતી વિગતવાર.
ભારત સરકાર ઉર્જાનાં પરંપરાગત સ્ત્રોતોને બદલે વૈકલ્પિક સ્ત્રોતો પર ખૂબ ભાર મૂકી રહી છે. સરકાર ડીઝલ-પેટ્રોલનો વપરાશ ઘટાડીને આયાત બિલ ઘટાડવા માગે છે. આનાથી દેશને માત્ર વિદેશી મુદ્રાના ભંડારના સંદર્ભમાં જ ફાયદો થશે નહીં, પરંતુ પર્યાવરણની સુરક્ષામાં પણ મદદ મળશે. આને ધ્યાનમાં રાખીને સરકારે 2030 સુધીમાં બિનપરંપરાગત પદ્ધતિઓ દ્વારા 40 ટકા વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકારે આ વર્ષના અંત સુધીમાં સૌર ઉર્જામાંથી 100 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાંથી 40 મેગાવોટ રૂફટોપ સોલાર પેનલ લગાવીને ઉત્પન્ન કરવાનું આયોજન છે. લક્ષ્ય હાંસલ કરવા માટે સરકાર ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપી રહી છે.
વર્લ્ડ ક્રિકેટના આ 5 ઘાતક બોલરોનો હતો દબદબો, કોઇ બેટ્સમેનમાં સિક્સર ફટકારવાની ન્હોતી હિંમત
વીજળી વેચીને કરી શકાશે કમાણી-
આ યોજના લોકો માટે ઘણી બધી બાબતોમાં ફાયદાકારક છે. સૌપ્રથમ, આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવવાનો ખર્ચ ઓછો છે, કારણ કે તેનો એક ભાગ સરકાર તરફથી સબસિડી તરીકે ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણી રાજ્ય સરકારો પણ તેમના તરફથી વધારાની સબસિડી આપી રહી છે. બીજી તરફ સોલાર પેનલ લગાવવાથી વીજ બિલની ઝંઝટનો અંત આવે છે. તમારા ઘરમાં રોજિંદા ઉપયોગ માટેની વીજળી છત પર જ સોલાર પેનલથી ઉત્પન્ન થાય છે. તેનો ત્રીજો ફાયદો એ છે કે આ સ્કિમમાં કમાવાની તકો છે. જો ઘરની છત પર લાગેલી સોલાર પેનલ તમારી જરૂરિયાત કરતાં વધુ વીજળી બનાવી રહી છે, તો વીજળી વિતરણ કંપનીઓ તમારી પાસેથી વીજળી ખરીદશે. આ રીતે, સોલર રૂફટોપ સબસિડી યોજના એકસાથે ત્રણ જબરદસ્ત ફાયદા આપે છે.
26 રૂપિયામાં હવાઇ ટિકિટ, વિદેશ ફરવાની શાનદાર તક, બસ આ તારીખ સુધી છે ઓફર
અઢી વર્ષમાં ખર્ચ વસૂલ થઈ જશે-
સામાન્ય રીતે ઘર માટે 2-4kWની સોલાર પેનલ પૂરતી હોય છે. આની મદદથી એસી, 2-4 પંખા, એક ફ્રિજ, 6-8 LED લાઇટ, 1 પાણીની મોટર અને ટીવી જેવી વસ્તુઓનો આરામથી ઉપયોગ કરી શકાય છે. હવે ધારો કે તમે ઉત્તર પ્રદેશમાં રહો છો અને તમારી છત 1000 ચોરસ ફૂટની છે. જો તમે અડધી છત એટલે કે 500 ચોરસ ફૂટમાં સોલાર પેનલ લગાવો છો, તો પ્લાન્ટની ક્ષમતા 4.6kW હશે. જેમાં કુલ ખર્ચ 1.88 લાખ રૂપિયા થશે, જે સબસિડી બાદ ઘટીને 1.26 લાખ રૂપિયા થઈ જશે. હવે આવો જાણીએ કે આ તમને કેટલી બચત કરશે. સોલાર પેનલ વડે તમારા ઘરની તમામ જરૂરિયાતો પૂરી કરીને તમે દર મહિને લગભગ રૂ. 4,232નું વીજળી બિલ બચાવશો. એક વર્ષ માટે, બચત રૂપિયા 50,784 થાય છે. એટલે કે તમારો આખો ખર્ચ અઢી વર્ષમાં વસૂલ થઈ જશે. 25 વર્ષમાં તમારી કુલ બચત લગભગ 12.70 લાખ રૂપિયા હશે.
સબસિડી માટે આ રીતે કરો એપ્લાઈ-
જો તમારો વપરાશ ઓછો હોય તો તમે નાનો સોલાર પ્લાન્ટ પણ લગાવી શકો છો. જો તમે 2kWની સોલાર પેનલ લગાવો છો તો તેની કિંમત લગભગ 1.20 લાખ રૂપિયા થશે. 3 kW સુધીની સોલાર રૂફટોપ પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે સરકાર તરફથી 40 ટકા સુધીની સબસિડી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમારી કિંમત ઘટીને 72,000 રૂપિયા થઈ જશે અને તમને સરકાર તરફથી 48,000 રૂપિયાની સબસિડી મળશે. સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા માટે, તમે તેની વેબસાઇટ https://solarrooftop.gov.in/ પર જઈને અરજી કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube