26 રૂપિયામાં હવાઇ ટિકિટ, વિદેશ ફરવાની શાનદાર તક, બસ આ તારીખ સુધી છે ઓફર

મોંઘવારીના આ દૌરમાં જોઇ તમને 26 રૂપિયામાં હવાઇ સફર કરવાની તક મળી જાય તો તમને કદાચ વિશ્વાસ નહી થાય. પરંતુ આ હકિકત છે તમે ખરેખર 26 રૂપિયામાં હવાઇ યાત્રાની ટિકિટ બુક કરાવી શકો છો. વિયતનામની એવિએશન કંપની વિયતજેટ આ શાનદાર ઓફર લઇને આવી છે.

26 રૂપિયામાં હવાઇ ટિકિટ, વિદેશ ફરવાની શાનદાર તક, બસ આ તારીખ સુધી છે ઓફર

Vietjet Airline Offer: મોંઘવારીના આ દૌરમાં જોઇ તમને 26 રૂપિયામાં હવાઇ સફર કરવાની તક મળી જાય તો તમને કદાચ વિશ્વાસ નહી થાય. પરંતુ આ હકિકત છે તમે ખરેખર 26 રૂપિયામાં હવાઇ યાત્રાની ટિકિટ બુક કરાવી શકો છો. વિયતનામની એવિએશન કંપની વિયતજેટ આ શાનદાર ઓફર લઇને આવી છે. તેના અંતગર્ત એકદમ ઓછી કિંમતમાં હવાઇ મુસાફરી કરી શકો છો. 

ડબલ 7 ફેસ્ટિવલના અવસરે મળી રહી છે આ ઓફર
વિયતજેટ દ્રારા આ ઓફર ચીની વેલેંટાઇન્સ ડેના રૂપમાં ઉજવવામાં આવતા ડબલ 7 ફેસ્ટિવલના અવસર આ ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફરમાં તમે ફક્ત 26 રૂપિયામાં હવાઇ યાત્રા કરી શકો છો. વિયતનામની એવિએશન કંપની વિયતજેટ વીક મનાવી રહ્યું છે. આ અવસર પર વિયતજેટે 7,77,777 ઉડાનોની સાથે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સની ટિકિત પર છૂટ આપવામાં આવી છે. જી હાં, વિયતજેટ ડબલ 7.7 દિવસ સન્માનમાં 26 રૂપિયામાં ટિકિટ બુક કરવાની તક આપી રહી છે. 

13 જુલાઇ સુધી કરી શકો છો બુકિંગ
આ ઓફર અંતગર્ત તમે ડોમેસ્ટિક ફ્લાઇટ સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 13 જુલાઇ 2022 સુધી બુકિંગ કરાવી શકો છો. આ દરમિયાન બુક કરવામાં આવેલી ટિકિટ પર તમે 15 ઓગસ્ટ 2022 થી 26 માર્ચ 2023 સુધી યાત્રા કરી શકો છો. વિયતજેટના અનુસાર આ ટિકિટની કિંમત 7,700 વિયતનામી ડોંગથી શરૂ છે. હવે ભારતીય મુદ્રામાં વાત કરીએ તો 7,700 ડોંગની કિંમત લગભગ 26.14 રૂપિયા થાય છે. 

આ રૂટ્સ પર મળે છે વિયતજેટની ફ્લાઇટ્સ
વિયતજેટ નવી દિલ્હી/મુંબઇથી હનોઇ અને નવી દિલ્હી/મુંબઇથી હો ચી મિન્હ સિટી સહિત વિયતનામ અને ભારત વચ્ચે ચાર પ્લેન સંચાલિત કરે છે. આ એર રૂટ પર દર અઠવાડિયે ત્રણથી ચાર ફ્લાઇટની ફ્રીકવેન્સી છે. 

આ રીતે ખરીદો ટિકિટ
તમે ટિકિટને વિયતજેટ એરલાઇનની વેબસાઇટ www.vietjetair.com પરથી ખરીદી શકો છો. આ ઉપરાંત વિયતજેટ એરની મોબાઇલ એપ અથવા ફેસબુક બુકિંગ સેક્શન www.facebook.com/vietjetvietnam પરથી પણ ટિકિટ બુકિંગ કરાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news