નવી દિલ્હીઃ સ્મોલકેપ કંપની ગોયલ સોલ્ટના સ્ટોકે 2 મહિનામાં માલામાલ કરી દીધા છે. ગોયલ સોલ્ટ (Goyal Salt) ના શેર 2 મહિનામાં ઈશ્યૂ પ્રાઇઝથી 300 ટકાથી વધુ ચઢી ગયા છે. ગોયલ સોલ્ટનો આઈપીઓ 26 સપ્ટેમ્બરે ખુલ્યો હતો અને તે 3 ઓક્ટોબર 2023 સુધી ઓપન રહ્યો હતો. કંપનીએ આઈપીઓ માટે 36-38 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી હતી. આઈપીઓમાં કંપનીના શેર 38 રૂપિયા પર એલોટ થયા હતા. ગોયલ સોલ્ટના શેર 22 ડિસેમ્બર 2023ના 153 રૂપિયા પર પહોંચી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશ્યૂ પ્રાઇઝથી 302 ટકાનો વધારો
આઈપીઓમાં ગોયલ સોલ્ટના શેર 38 રૂપિયાની અપર પ્રાઇઝ બેન્ડ પર એલોટ થયા હતા. કંપનીના શેર 11 ઓક્ટોબર 2023ના 130 રૂપિયા પર લિસ્ટ થયા હતા. ગોયલ સોલ્ટના શેર 250 ટકાથી વધુના પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયા હતા. એટલે કે કંપનીના શેર પોતાની ઈશ્યૂ પ્રાઇઝથી 302 ટકાથી વધુના પ્રીમિયમ પર છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 189.85 રૂપિયા છે. તો ગોયલ સોલ્ટના શેરનો 52 સપ્તાહનું લો લેવલ 123.50 રૂપિયા છે.


આ પણ વાંચોઃ ₹102 પર આવ્યો હતો IPO, હવે ત્રણ મહિનામાં ₹500 ની પાર પહોંચ્યો ભાવ, ઈન્વેસ્ટરો ખુશ


294 ગણાથી વધુ સબ્સક્રાઇબ થયો હતો આઈપીઓ
ગોયલ સોલ્ટનો આઈપીઓ ટોટલ 294.61 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો કોટા 377.97 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો ગોયલ સોલ્ટના આઈપીઓમાં નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટરનો કોટા 382.45 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં ક્વોલીફાયડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સનો કોટા 67.20 ગણો સબ્સક્રાઇબ થયો હતો. ગોયલ સોલ્ટના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે બોલી લગાવી શકે છે. આઈપીઓના એક લોટમાં 3000 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટર્સે ઓછામાં ઓછા 114000 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube