નવી દિલ્હી: GPS Toll System: આગામી દિવસોમાં તમારે કોઇપણ ટોલ પ્લાઝા (Toll Plaza) પર રોકાઇને ટોલ આપવાની જરૂર નહી પડે. રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી (Road Transport, Highways and MSMEs Minister Nitin Gadkari) એલાન કરી ચૂક્યા છે કે દેશમાં એક વર્ષની અંદર ટોલ પ્લાઝા ખતમ કરી દેવામાં આવશે. તેનો અર્થ એ નથી કે લોકોને ટોલ ચૂકવવો નહી પડે, પરંતુ ટોલ વસૂલવાની વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ થઇ જશે. તેમાં તમને ક્યાંય રોકાવવાની જરૂર નહી પડે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Toll Free Number: જો રિક્ષાચાલકો વધુ ભાડુ ખંખેરે તો આ નંબર પર કરો ફરિયાદ, દોડતી આવશે Police


'વર્ષની અંદર ખતમ થઇ જશે તમામ ટોલ પ્લાઝા'
કેંદ્રીય રોડ પરિવહન મંત્રી (Road Transport, Highways and MSMEs Minister Nitin Gadkari) એ થોડા દિવસો પહેલાં જ સંસદમાં આ જાહેરાત કરી હતી કે એક વર્ષની અંદર ભારતના તમામ ટોલ પ્લાઝાને દૂર કરવામાં આવશે અને નવો GPS બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમ (GPS Based toll collection system) લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે એક વર્ષની અંદર અમે તમામ ટોલબૂથને હટાવવાનું કામ કરીશું. ત્યારબાદ ટોલ ઓનલાઇન ઇમેજિંગની મદદથી GPS વડે વસૂલવામાં આવશે. 

Train માં મુસાફરી કરતી મહિલાઓ સાવધાન, આ વ્યક્તિએ અનેક ટ્રેનના Toilet માં લગાવ્યા છે Spy Camera


FAStag ની માફક સફળ થશે GSP સિસ્ટમ!
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે આ વર્ષે જ તમામ ટોલ બૂથો પર FAStag ને ફરજિયાત કરી દીધા છે. ત્યારબાદ લગભગ 93 ટકા વાહન FAStag દ્રારા જ ટોલની ચૂકવણી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર FAStag ની માફક GPS બેસ્ડ ટોલ કલેક્શનને પણ સફળ બનાવવા માંગે છે. રાજ્યસભામાં નિતિન ગડકરીએ જણાવ્યું કે 16 માર્ચ 2021 સુધી 3 કરોડથી વધુ FASTags ઇશ્યૂ કરવામાં આવ્યા છે. 1 માર્ચ 2021 થી 16 માર્ચ 2021 સુધી FASTags દ્રારા સરેરાશ ટોલ કલેક્શન 100 કરોડ રૂપિયા પ્રતિદિનથી વધુ રહ્યા છે. 

Cyber Expert ની ચેતવણી: રસી લીધા બાદ આ કામ કર્યું તો થઇ શકે છે મોટું આર્થિક નુકસાન


GPS થી કેવી રીતે વસૂલવામાં આવશે ટોલ?
નવી ગાડીઓમાં GPS સિસ્ટમ પહેલાંથી જ લાગૂ થાય છે, પરંતુ જે ગાડીઓમાં GPS સિસ્ટમ નહી હોય તેમાં તેને પહેલાં લગાવવી પડશે, સરકારનું કહેવું છે કે આ ખર્ચ પણ તેને જ ઉઠાવવો પડશે. GPS એક ટ્રેકિંગ ડિવાઇસ છે. તમામ ટોલ પ્લાઝાને ખતમ કરીને એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર સરકાર GPS બેસ્ડ સિસ્ટમ લગાવશે. જ્યારે પણ કોઇ કાર એન્ટ્રી કરશે ત્યારે તેની ઇમેજ સિસ્ટમ લઇ લેશે અને જ્યારે તે કાર એક્ઝિટ કરશે ત્યારે પણ ઇમેજ લેશે. ત્યારબાદ જેટલી તે કારે જેટલું અંતર કાપ્યું છે તે મુજબ ટોલ કાપવામાં આવશે. એટલે કે જેટલી મુસાફરી કરશે ફક્ત એટલો જ ટોલ ચૂકવવો પડશે. આ સિસ્ટમ ફાસ્ટ અને સસ્તુ પણ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube