5 રૂ.ની કેડબરી ચોકલેટ ખાઓ અને ફ્રીમાં મેળવો Jioનો 1GB ડેટા
રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકોને જબરદસ્ત ઓફર આપી રહી છે
નવી દિલ્હી : પોતાની બીજી એનિવર્સરીની ઉજવણી કરતી વખતે રિલાયન્સ જિયો ગ્રાહકોને ફ્રીમાં 1GB 4G ડેટા આપી રહ્યું છે અને એ માટે જરૂર છે કેડબરી ડેરી મિલ્ક ચોકલેટ ખાવાની. આ ફ્રી ડેટા મેળવવા માટે ગ્રાહક પાસે ઓછામાં ઓછી 5 રૂપિયાની રેગ્યુલર કેડબરી ડેરી મિલ્ક ચોકલેટ અથવા તો ડેરી મિલ્ક ક્રેકર, ડેરી મિલ્ક રોસ્ટ આલમંડ, ડેરી મિલ્ક ફ્રૂટ એન્ડ નટ અથવા તો ડેરી મિલ્ક લીકેબલ્સનું ખાલી રેપર હોવું જરૂરી છે. આ સિવાય કંપની ગ્રાહક સબસ્ક્રાઇબર્સને ફ્રી ડેટા ટ્રાન્સફર કરવાની ઓફર આપી રહી છે. આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી જ વેલિડ છે. જોકે આ ફ્રી ડેટા મેળવવા માટે તમારા સ્માર્ટફોનમાં MyJio એપ હોવી જરૂરી છે.
માય જિયો એપના હોમસ્ક્રીન પર એક બેનર દેખાય છે જેમાં ફ્રી ડેટાની ઓફર આપવામાં આવી છે. આ બેનર પર ક્લિક કરવાથી પાર્ટિસિપેટ નાઉનું બટન જોવા મળશે જેના પર ક્લિક કરવું પડશે. આ પછી તમારે ફ્રી ડેટા મેળવવા માટે ડેરી મિલ્ક ચોકલેટના ખાલી રેપરનો બારકોડ સ્કેન કરવો પડશે. આ ફ્રી ડેટા પ્લાનના ડેટામાં ઉમેરાઈ જશે. આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી વેલિડ છે. આ ફ્રી ડેટા તમારા એકાઉન્ટમાં 7-8 દિવસની અંદર ક્રેડિટ કરી દેવામાં આવશે. એક એકાઉન્ટ માટે એક જ રેપર વાપરી શકાશે.
ઓફરના નિયમ અને શરત માટે 1GB ફ્રી ડેટા મેળવવા માટે 5, 10, 20, 40 અને 100 રૂ.ની ડેરી મિલ્કના ખાલી રેપરનો ઉપયોગ કરી શકાશે. જો તમને કેડબરી ડેરી મિલ્ક ન ભાવતી હોય તો 40 રૂ.ની ડેરી મિલ્ક ક્રેકલ, 40 રૂ.ની ડેરી મિલ્ક રોસ્ટ અથવા તો 40 કે 80 રૂ.ની ડેરી મિલ્ક ફ્રૂટ એન્ડ નટના ખાલી રેપરનો પણ ઉપયોગ કરી શકાશે.