નવી દિલ્હી: ઓનલાઇન સુપરમાર્કેટ ગ્રોફર્સ (Grofers) પેકેઝ્ડ દૂધ શ્રેણીમાં ઉતરી રહી છે. આ સેગમેંટમાં અન્ય કંપનીઓની તુલનામાં તેના ઉત્પાદનોની કિંમત 12 ટકા ઓછી થશે. ગ્રોફર્સના સીઇઓ અલ્બિંદર ઢીંડસાએ કહ્યું કે કંપનીને પેકેઝ્ડ દૂધના બિઝનેસથી 30 કરોડ રૂપિયાની આવક થવાની આશા છે. કંપનીના ઉત્પાદન રિટેલ વેચાણ 'જી-ફ્રેશ' બ્રાંડ હેઠળ કરવામાં આવશે અને આ એક અઠવાડિયામાં બધા મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ભારતમાં Honda Activa 6G થશે લોન્ચ, સ્માર્ટફોન કનેક્ટિવિટી ફીચર્સથી હશે ખાસ


ગ્રોફર્સના વાઇસ પ્રેસિડેન્ટ (પ્રાઇવેટ બ્રાંડ્સ) વિવેક પ્રસાદે કહ્યું અમે ટ્રેટા પેકના દૂધના બિઝનેસથી વધુ સસ્તા ભાવે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દૂધની કિંમત મુખ્ય પ્રતિસ્પર્ધી ઉત્પાદનોમાં લગભગ 12 ટકા ઓછી છે. ગ્રોફર્સે દાવો કર્યો છે કે 'જી-ફ્રેશ' દૂધ એફએસએસએઆઇ દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર A અને વિટામિન D સાથે પોષક તત્વથી સમૃદ્ધ (ફોર્ટિફાઇડ) કરવામાં આવ્યું છે. 

દક્ષિણ કોરિયાની Kia Motors એ ભારતમાં લોન્ચ કરી નવી એસયૂવી Seltos, જાણો ખાસિયતો


કંપનીની વર્ષ 2020 સુધી પોતાના ખાનગી લેબલવાળા ઉત્પાદન દાયરાને 800 ઉત્પાદનોથી વધારીને 1200 સુધી વધારવાની યોજના છે. આ ઓનલાઇન કંપનીએ પહેલાં કહ્યું હતું કે તે નાણાકીય વર્ષ 2019-20 સુધી પોતાનું વેચાણ બમણું કરી 5,000 કરોડ રૂપિયા કરવાનો ટાર્ગેટ ધરાવે છે.