દક્ષિણ કોરિયાની Kia Motors એ ભારતમાં લોન્ચ કરી નવી એસયૂવી Seltos, જાણો ખાસિયતો
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની વાહન કંપની કિયા મોટર્સે પોતાની એસયૂવી સેલ્ટોસ (Seltos)ની વૈશ્વિક શરૂઆત ભારતમાં કરવા જઇ રહી છે. કંપનીની યોજના દેશમાં આગામી બે વર્ષમાં ચાર નવા મોડલ રજૂ કરવાની છે. કિયા મોટર્સ પહેલીવાર ભારતમાં એન્ટ્રી કરી રહી છે. કિયા મોટર્સની આ જાહેરાત પછી ઓટો બજારમાં હલચલ વધી ગઇ છે.
Seltos ને ભારતીય બજારને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. કંપની તેનું નિર્માણ આંધ્ર પ્રદેશના અનંતપુર ફેક્ટરીમાં કરશે. ત્યાં ત્યાંથી પશ્વિમી એશિયા, આફ્રીકા, લાતિન અમેરિકી અને અન્ય એશિયાઇ દેશોને નિર્યાત કરશે. કિયા મોટર્સે ભારતમાં બે અરબ ડોલરનું રોકાણ કર્યું છે. તેમાં 1.1 અરબ ડોલરનું રોકાણ ફેક્ટર પર કરવામાં આવ્યું છે જેની ક્ષમતા વાર્ષિક ત્રણ લાખ એકમ ઉત્પાદન કરવાની છે.
KIA Seltos ની ખાસિયત
કિયા મોટર્સની સેલ્ટોસ ગાડી BS-6 માપદંડ પર બની છે. તેમાં 1.4 લીટરનું પેટ્રોલ, ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. આ કાર UVO કનેક્ટેડ કાર ટેક્નોલોજીથી સજ્જ છે. UVO ટેક્નોલોજીમાં 37 સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. સેલ્ટોસમાં વોઇસ કમાન્ડ જેવા શાનદાર ફીચર પણ છે. નેવિગેશન, સેફ્ટી, વ્હીકલ મેનેજમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું છે. આ તમારે મૂડ મુજબ કારની લાઇટિંગ બદલી શકે છે. KIA Seltos માં સુરક્ષાની દ્વષ્ટિએ 360 ડિગ્રીનો કેમેરા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનથી કનેક્ટ કરી કારના ફીચર્સ પર કંટ્રોલ કરી શકે છે.
સુરક્ષા
KIA Seltos માં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કારમાં 6 એર બેગ્સ છે. ABS અને EBD પણ આપવામાં આવ્યા છે. ESP, ટ્રૈક્શન કંટ્રોલ અને હિલ આસિસ્ટ જેવા ફીચર પણ છે. નોર્મલ, ઇકો, સ્પોર્ટ્સ મોડનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
KIA Seltos ની કિંમતોનો હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ સેલ્ટોસની સીધી ટક્કર હ્યુન્ડાઇની ક્રેટા, ફોર્ડની ઇકો સ્પોર્ટ્સ અને ટાટાની હેરિયર સાથે થશે. તેનો આકરો મુકાબલો 7.68 લાખથી શરૂ થનાર SUV સેગ્મેંટ માર્કેટની લીડર મારૂતિ બ્રેજા સાથે થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે