લખનૌ: ઉત્તર પ્રદેશમાં જાણે ઉદ્યોગપતિઓએ રોકાણ માટે ખજાનો ખોલી નાખ્યો હોય તેવું જણાય છે. ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની થ્રી દરમિયાન કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી, નિરંજન હીરાનંદાની સહિત અનેક ઉદ્યોગપતિઓએ રોકાણ સંદર્ભે મહત્વની જાહેરાતો કરી. જેના કારણે રોજગારીની પણ મોટી તકો ઊભી થવાની શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણીની 70 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જાહેરાત કરી કે તેઓ યુપીમાં આવનારા સમયમાં 70,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી લગભગ 30,000 જેટલી નોકરીની તકો ઊભી થશે. 24 હજાર કરોડ રોડ અને ટ્રાન્સપોર્ટ, 30 હજાર કરોડ મલ્ટિલેવલ લોજિસ્ટિક અને ડિફેન્સ સેક્ટરમાં રોકી રહ્યા છીએ. કાનપુરમાં ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરાશે. આ અવસરે ગૌતમ અદાણીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આજે મને બે મહાન નેતાઓ (પીએમ મોદી, સીએમ યોગી)ને મળવાની તક મળી જેઓ ભારતને નવું ભારત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. 


અદાણી સમૂહના ચેરમેન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તમે રાજ્યનો વિકાસ કર્યો ત્યારબાદ દેશના પીએમ બન્યા અને તમે તે ગુજરાત મોડલ દેશભરમાં લાગૂ કર્યું. સીએમ યોગીની પણ પ્રશંસા કરતા કહ્યું કે યુપી માટે તમારું વિઝન, તમારી અનુશાસિત જીવનશૈલી, કામ પ્રત્યે નિષ્ઠા, સર્વાંગી વિકાસ તરફ ઝૂકાવ એ પ્રેરણાદાયી છે. તમે યુપીમાં કાયદા વ્યવસ્થામાં સુધાર લાવીને ગુડ ગવર્નન્સની મિસાલ કાયમ કરી. તેનાથી આજે યુપી પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશનમાં પહેલા નંબરે પહોચ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube