હવે પડશે ભયાનક ઠંડી, તાપમાનમાં થશે ઘટાડો, અંબાલાલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ પરથી બરફ હટાવવા માટે અનેક ટીમો કામે લાગી છે. ન્યૂ યરમાં ફરવા ગયેલા પ્રવાસીઓ વરસાદ અને બરફના ડબલ એટેકનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજથી ગુજરાત પણ ટાઢુંબોળ થશે. આજથી ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું શરૂ થશે. કચ્છના નલિયાનો પારો ગગડીને 5.6 ડિગ્રીએ પહોંચ્યો છે. આખા ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, આજથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં આજે 15 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદના પાછલા 24 કલાકમાં 2.5 ડિગ્રીનો ઘટાડો થયો છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. હવેથી અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ઉત્તરથી ઉત્તર પૂર્વીય દિશામાં પવન ફૂંકાઈ રહ્યાં છે.
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પુરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે. જેથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી. 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસિબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસ એટલે કે 29 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે.
શું છે અંબાલાલની આગાહી
ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.

જાન્યુઆરીમાં ભયાનક ઠંડી પડશે
કોલ્ડ વેવના કારણે 31 ડિસેમ્બર સુધી શિયાળાની સૌથી વધુ ઠંડી પડી શકે છે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષનો રેકોર્ડ તોડશે.
Trending Photos